શેન વૉટસને જણાવ્યું કેમ શ્રેયસ ઐય્યર છે IPL 2024નો બેસ્ટ કેપ્ટન

PC: independent.co.uk

IPL 2024માં સૌથી પહેલા પ્લેઓફની ટિકિટ લેનારી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે સૌથી પહેલા ફાઈનલ મેચની પણ ટિકિટ લઈ લીધી છે. IPL 2024ની પહેલી ક્વાલિફાયર મેચ 21 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી. જ્યારે કોલકાતાએ એકતરફી મેચમાં હૈદરાબાદને હરાવી. IPL 2023માં કોલકાતાની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં સાતમા નંબરે રહી હતી, પરંતુ IPL 2024માં શરૂઆતથી જ કોલકાતાએ જે પ્રકારે રમત દેખાડી છે તેણે જોઈને દરેક હેરાન છે.

શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સી સિવાય કોલકાતાના આ શાનદાર પ્રદર્શનમાં મેન્ટર ગૌતમ ગંભીરનો મોટો હાથ રહ્યો છે. ગંભીરની કેપ્ટન્સીમાં જ કોલકાતાએ 2 વખત IPL ટ્રોફી જીતી છે અને ફરી એક વખત તેમની મેન્ટરશીપમાં IPL ટ્રોફી ઉઠાવવા નજીક પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વૉટસને પણ કેપ્ટન શ્રેયસ ઐય્યરના ભરપેટ વખાણ કર્યા છે. શેન વૉટસને કહ્યું કે, તેણે એક મહત્ત્વની ઇનિંગ રમી. તેણે આ IPL 2024માં સારી બેટિંગ કરી છે, પરંતુ જે પ્રકારે તેણે 58 રન બનાવ્યા છે, તે ખૂબ પ્રભાવશાળી સમય હતો.

એ જાણતા કે તમે બૉલને અવિશ્વાસની રૂપે સારી રીતે મારી રહ્યા છો. એક કેપ્ટનના રૂપમાં તેને ખૂબ સફળતા મળી છે. તેનો અર્થ છે કે તે પોતાની આસપાસના લોકો પાસે તેમનું બેસ્ટ કાઢવામાં સફળ રહ્યો છે. એ માત્ર તેનું કામ નથી, એ સારું પ્રદર્શન કરી રહ્યો છે. ટીમ અને તેની આસપાસના ખેલાડી ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે જે એક સંકેત છે કે તમે એક કેપ્ટનના રૂપમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. તમે પોતાની આસપાસના ખેલાડીઓ પર વધારે દબાવ નાખીને તેમનો શ્વાસ રૂંધી રહ્યા નથી.

તમે લોકોને પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવાની આઝાદી આપી રહ્યા છો અને પહેલી ક્વાલિફાયરમા હકીકતમાં આખી ટીમે એકજૂથ થઈને જીત હાંસલ કરી. હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ ઐય્યરે કહ્યું કે, તે પોતે પણ પહેલા બોલિંગ જ કરવા માગતો હતો. ત્યારબાદ હૈદરાબાદના ખતરનાક બેટિંગ ઓર્ડરને કોલકાતાએ માત્ર 159 રનો પર જ સમેટી દીધો. શ્રેયસ ઐય્યરે ઓનફિલ્ડ જે પ્રકારે ફિલ્ડમાં અને બોલિંગમાં બદલાવ કર્યા, તેનાથી સમાજ આવી રહી હતી કે, કેટલો સમજુ કેપ્ટન બનતો જઇ રહ્યો છે. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp