હકીકતમાં ઇજા કે IPL? ઐય્યરના જુઠ્ઠાણાની ખૂલી ગઈ પોલ, હવે BCCI લઈ શકે છે એક્શન

PC: hindustantimes.com

ઘરેલુ ક્રિકેટના સૌથી મોટા ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલની શરૂઆત ફેબ્રુઆરીથી થઈ રહી છે. ક્વાર્ટર ફાઇનલમાં મુંબઇનો સામનો બરોડા સાથે થશે. આ મોટી મેચ માટે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને પણ મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે પીઠમાં ઇજાનું નામ લઈને ક્વાર્ટર ફાઇનલ મેચમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું, પરંતુ નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને E-mail કરીને જાણકારી આપી છે કે શ્રેયસ ઐય્યરને કોઈ નવી ઇજા થઈ નથી અને પૂરી રીતે ફિટ છે.

એવામાં સવાલ ઉઠે છે કે શ્રેયસ ઐય્યર ઇજાનું બહાનું બનાવીને પોતાને રણજી ટ્રોફીથી દૂર રાખી રહ્યો છે? શ્રેયસ ઐય્યરને રણજી ટ્રોફીમાં ભાગ લેવાની સલાહ આપવાનો નિર્ણય નેશનલ સિલેક્ટર્સે લીધો હતો, જેથી તેની પીઠ લાંબા સમય સુધી બેટિંગ અને ફિલ્ડિંગની શરીરીગ માગોને આદી થઈ જાય, પરંતુ શ્રેયસ ઐય્યરે પોતાને પૂરી રીતે ફિટ ન હોવાનું જણાવ્યું અને ક્વાર્ટર ફાઇનલ મેચથી બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, BCCI ઘરેલુ ક્રિકેટને લઈને એક્શન મોડમાં છે. BCCI સચિવ જય શાહે ખેલાડીઓને ચોખ્ખી સલાહ આપી છે કે ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં રમવું અનિવાર્ય છે.

તેને લઈને BCCI અનુશાસનાત્મક રૂપે કાર્યવાહી કરી શકે છે. હાલમાં જ રણજી ટ્રોફીમાં ન ન રમવાને લઈને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ખૂબ ચર્ચામાં રહ્યો છે. ઇશાન કિશન દક્ષિણ આફ્રિકા પ્રવાસ પરથી બ્રેક લઈને ટીમથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે તેને ઘરેલુ ક્રિકેટ રમવાની સલાહ આપી હતી, પરંતુ તે સતત મેનેજમેન્ટની વાતોને નજરઅંદાજ કરતો રહ્યો. તો ઇશાન કિશન હર્દિક પંડ્યા સાથે IPLની તૈયારી કરતો નજરે પડ્યો છે. એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે શ્રેયસ ઐય્યર પણ ઇશાન કિશનના માર્ગે ચાલી પડ્યો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની શરૂઆત આગામી મહિને 22 માર્ચથી થવા જઇ રહી છે. એવામાં બધા ખેલાડી આ લીગ માટે પોતાને ફિટ રાખવા માગે છે, જેથી તેઓ પોતાના સહયોગી ફ્રેન્ચાઇઝી માટે આખી સીઝનમાં ઉપલબ્ધ રહે. શ્રેયસ ઐય્યર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ન્ટરફથી રમે છે. ગત સીઝનમાં શ્રેયસ ઐય્યર ઇજાના કારણે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો હતો. એવામાં માનવામાં આવી રહ્યું છે કે શ્રેયસ ઐય્યર IPL માટે પોતાને ફ્રેશ રાખવા માગે છે એટલે તેને ઘરેલુ ક્રિકેટથી પોતાને દૂર કરી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp