પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ આ ભારતીય ખેલાડીના સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ
ઘરેલુ ક્રિકેટમાં શ્રેયસ ઐય્યરના ખરાબ ફોર્મ પર પાકિસ્તાનના પૂર્વ ખેલાડી બાસિત અલીએ સવાલ ઉઠાવ્યા છે. બાસિત અલીએ શ્રેયસ ઐય્યરને ભાગ્યશાળી બતાવતા કહ્યું હતું કે, શ્રેયસ ઐય્યરમાં ટેસ્ટ ક્રિકેટ માટે ભૂખ નથી. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને દુલિપ ટ્રોફીમાં તક ન મળી, પરંતુ શ્રેયસ ઐય્યર તેનું સન્માન કરી રહ્યો નથી. બાસિત અલીએ કહ્યું હતું કે, એક ક્રિકેટર તરીકે મને શ્રેયસને જોઈને દુઃખ થાય છે. જો તમે આઉટ થઈ રહ્યા છો તો તમારું ધ્યાન રમત પર નથી. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં.
તેમણે કહ્યું કે, તેણે વર્લ્ડ કપમાં 2 સદી ફટકારી છે. તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જીતનાર કેપ્ટન છે. તેણે અહી 100-200 રન બનાવવા જોઈતા હતા. શ્રેયસ ઐય્યર ખૂબ ભાગ્યશાળી છે કે રહાણે અને પૂજારા દુલિપ ટ્રોફીમાં રમી રહ્યા નથી. બાસિત અલીએ વધુમાં કહ્યું કે, શ્રેયસ ઐય્યરમાં ટેસ્ટ ક્રિકેટ માટે ભૂખ નથી. તે માત્ર બાઉન્ડ્રીનો ભૂખ્યો છે. તમારે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. જો તે વિચારી રહ્યો છે કે વર્લ્ડ કપમાં 2 સદી ફટકાર્યા બાદ તે વિરાટ કોહલી જેવો થઈ ગયો છે તો નહીં, એવું થતું નથી.
બાસિત અલીએ કહ્યું કે, હું એ ભારતીય પાસે માફી ઈચ્છું છું જે તેને પસંદ કરે છે, પરંતુ જો હું ભારતનો સિલેક્ટર હોત તો શ્રેયસ ઐય્યર દુલિપ ટ્રોફીમાં બિલકુલ સિલેક્ટ ન કરતો. તે રમતનું સન્માન કરી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે દુલિપ ટ્રોફીના બીજા રાઉન્ડમાં શ્રેયસ ઐય્યર પાસે પોતાન જાતને સાબિત કરવા માટે મહત્ત્વની તક હતી, પરંતુ પોતાની બેટિંગથી કંઇ ખાસ કમાલ દેખાડવાની જગ્યાએ શ્રેયસ ઐય્યર પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો. હેરાનીની વાત તો એ રહી કે તે કાળા ચશ્મા પહેરીને પીચ પર ઉતર્યો હતો. તેનાથી તેની મુશ્કેલી હજુ વધી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp