પંડ્યા ગયો મુંબઈની ટીમમાં, ગુજરાત ટાઇટન્સે બનાવ્યો આ ખેલાડીને નવો કેપ્ટન

PC: twitter.com

હાર્દિક પંડ્યા(Hardik Pandya)ના મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયા બાદ ચર્ચા ચાલતી હતી કે હવે ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans)નો કેપ્ટન કોણ બનશે? પરંતુ આ ચર્ચાનો પણ અંત આવી ગયો છે. શુભમન ગીલ(Shubman Gill)ને ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સની ટીમે 26 તારીખે પોતાની ટીમમાં રિટેઇન કર્યો હતો અને ત્યારબાદ ખબર આવી હતી કે, રિટેઇન કર્યા બાદ ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે ટ્રેડ કર્યો હતો. એટલે હવે હાર્દિક પંડ્યા મુંબઈની ટીમમાં ફરી રમતો જોવા મળશે. આ સિવાય મુંબઈની ટીમે પણ કેમરુન ગ્રીનને RCBમા ટ્રેડ કર્યો હતો.

શુભમન ગીલે કેપ્ટનશીપની જવાબદારી મળતા કહ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ મળવાનું મને ગૌરવ છે, હું ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કરું છું, જેમણે મારામાં વિશ્વાસ બતાવ્યો. શુભમન ગીલની IPLની ગઈ સીઝન જબરદસ્ત રહી હતી, પરંતુ હવે કેપ્ટનશીપ સાથે તે કેવી જવાબદારી નિભાવી શકે છે અને બેટથી કેવી કમાલ કરી શકે છે, તે જોવું રહ્યું.

શું છે IPL Trade Window, ખેલાડી કેવી રીતે થાય છે ટ્રાન્સફર? સરળ ભાષામાં સમજો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન માટે ઓક્શન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવાનું છે. એ અગાઉ બધી 10 ફ્રેન્ચાઇઝીઓને પોતાની રિટેન્શન લિસ્ટ જાહેર કરવી પડશે, જેની સમય સીમા રવિવાર 26 નવેમ્બર છે. 26 નવેમ્બરના રોજ ટ્રેડ વિન્ડોનો અંતિમ દિવસ છે. રિટેન્શન લિસ્ટ જાહેર કરવા અગાઉ ફ્રેન્ચાઇઝીઓ પાસે ખેલાડીઓને ટ્રેડ કરવાની સુવિધા હોય છે. ટ્રેડ બે પ્રકારના હોય શકે છે. ફ્રેન્ચાઇઝી કે અરસપરસ ક્રિકેટરોની અદલાબદલી કરી શકાય છે કે રકમ આપીને ખેલાડીઓને ખરીદી શકાય છે.

એ સિવાય જો એકથી વધુ ફ્રેન્ચાઇઝી કોઈ ખેલાડીને પોતાની સાથે જોડવામાં રુચિ રાખે છે, તો ક્રિકેટર જે ફ્રેન્ચાઇઝીમાં છે, તેની પાસે એ પસંદ કરવાનો અધિકાર છે કે કઇ ટીમ સાથે ટ્રેડ કરશે. ક્રિકેટરને ટ્રેડ કે ટ્રાન્સફર કરવા અગાઉ ખેલાડીની સહમતી અનિવાર્ય છે. IPL ગવર્નિંગ કાઉન્સિલ પાસે ટ્રેડ ડીલની મધ્યસ્થ મંજૂરી આપવાનો અધિકાર છે.

અત્યાર સુધી આ ખેલાડીઓનું થયું ટ્રેડ:

હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ (GT) પાસેથી મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ટ્રેડ કરવાના સમાચાર ચાલી રહ્યા છે. આ અગાઉ વેસ્ટ ઇન્ડીઝના બોલિંગ ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસેથી રાજસ્થાન રોયલ્સ (RR)એ ટ્રેડ કર્યો છે. તેના બદલે લખનૌને દેવદત્ત પડિક્કલ મળી ગયો છે. મયંક ડાગરને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પાસેથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ટ્રેડ કર્યો છે. શાહબાજ અહમદ સનરાઇઝર્સ તરફથી રમતી નજરે પડશે.

IPL ટ્રેડને લઈને ગાઈડલાઇન્સ:

ટ્રેડિંગ વિન્ડો સીઝન સમાપ્ત થવાના 7 દિવસ બાદથી લઈને ઓક્શનના 7 દિવસ અગાઉ સુધી ખુલ્લી રહે છે.

આ ખેલાડી ઓક્શનના આગામી દિવસથી લઈને નવી સીઝનની શરૂઆતથી 30 દિવસ અગાઉ સુધી ખુલ્લો રહે છે.

જે ખેલાડીઓને ઓક્શનમાં ખરીદવામાં આવે છે, તેમને આ સીઝનમાં ટ્રેડ નહીં કરી શકાય, ખાસ કરીને ઓક્શનના તુરંત બાદ.

જો ટ્રેડ કરવામાં આવી રહેલો ખેલાડી વિદેશથી છે તો તેને પોતાની સાથે જોડનારી ફ્રેન્ચાઇઝીને સંબંધિત બોર્ડથી NOCની જરૂરિયાત હશે.

એ ખરીદનારી ફ્રેન્ચાઇઝીની જવાબદારી છે તે એ સુનિશ્ચિત કરે કે જે ખેલાડીથી ટ્રેડ કરવામાં આવી રહ્યા છે. તે ટ્રેડના સમયે મેચ માટે ફિટ હોય. તેના માટે ખેલાડીનું મેડિકલ ટેસ્ટ થઈ શકે છે.

ખેલાડીઓને ટ્રેડ કરવાની સીમા નથી. કોઈ પણ ફ્રેન્ચાઇઝી જેટલું ઈચ્છે ટ્રેડ કરી શકે છે, પરંતુ તેની સેલેરી કેમ અને સ્ક્વોડ કમ્પોઝિશનનું ધ્યાનમાં રાખવું પડશે.

ટ્રેડિંગ દરમ્યાન એક ફ્રેન્ચાઇઝી દ્વારા બીજાને ચૂકવવામાં આવેલી કોઈ પણ રકમ ખેલાડીની સેલેરી કેપનો હિસ્સો નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp