શુભમન ગિલએ એવું કેમ કહ્યું કે શ્રેયસ ઐય્યરના કારણે બનાવી શક્યો સદી

PC: BCCI

ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા પોતાના પર દેખાડવામાં આવેલા વિશ્વાસ પર ખરા ઉતરતા શુભમન ગિલે ત્રીજા નંબર પર રમતા શાનદાર સદી ફટકારી. ગિલે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 104 રન લગાવ્યા, જેની મદદથી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા. આ ઇનિંગથી ગિલ ખુશ હતો. આ 13 ઇનિંગમાં તેની પહેલો 10 કરતા વધુ રનનો સ્કોર છે અને બેટિંગ ક્રમમા એક સ્થાન નીચે જવાનો નિર્ણય કર્યા બાદ પહેલી મોટી ઇનિંગ હતી.

શુભમન ગિલે કહ્યું કે, 'ત્રીજા નંબર પર રન બનાવવા મારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ અને ખૂબ સંતોષજનક હતું. ખૂબ સારું લાગ્યું. ખાસ કરીને એ સમયે જ્યારે અમે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અમારા માટે મોટી લીડ મેળવવી અને જેટલા વધુ થઈ શકે, રન ભેગા કરવા મહત્ત્વનું હતું.' ગિલ પોતાની ઇનિંગ દરમિયાન 2 વખત DRSમાં પણ બચ્યો. શુભમન ગિલે જણાવ્યું કે, 'શ્રેયસ ઐય્યરના કારણે તેણે DRS લીધો હતો. પહેલા DRS બાબતે ગિલે કહ્યું કે, તેને ખબર ન પડી કે બૉલ બેટ પર લાગ્યો હતો કે નહીં. શ્રેયસ ઐય્યરના કહેવા પર તેણે રિવ્યૂ લેવાનો નિર્ણય લીધો.

તેણે સદી ફટકાર્યા બાદ સેલિબ્રેશન પણ શાંત રીતે મનાવ્યું. તેણે કહ્યું કે, એ સારું લાગ્યું. મને લાગ્યું કે ટીમ માટે કામ ના થયું એટલે મેં વધુ તેજીથી સેલિબ્રેશન ન મનાવ્યું. જો કે, સદી બાદ તે મોડે સુધી પીચ પર ટકી ન શક્યો. જેમ્સ એન્ડરસનની બોલિંગ પર તેણે કહ્યું કે, હું એક વખતમાં એક જ બૉલ પર ધ્યાન લગાવી રહ્યો હતો અને નિશ્ચિત રૂપે પીચ પર ઘણું બધુ થઈ રહ્યું હતું. શરૂઆતમાં 2 વિકેટ જલદી પડી ગઈ અને પછી મારા અને શ્રેયસ વચ્ચે સારી ભાગીદારી થઈ.

મેચની વાત કરીએ તો બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 396 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલે 209 રનની ઇનિંગ રમી. તો પહેલી ઇનિંગમાં ઇંગ્લિશ ટીમ 253 રન પર સમેટાઇ ગઈ. ઇંગ્લિશ ટીમ તરફથી જેક ક્રાઉલીએ સૌથી વધુ (76 રનની) ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સ 47 રન બનાવ્યા. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમને 143 રનની લીડ હાંસલ કરી, જ્યારે ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા જેથી ઇંગ્લિશ ટીમને 399 રનનો ટારગેટ મળ્યો હતો. જેનો પીછો કરતા ઇંગ્લિશ ટીમ 292 રન પર સમેટાઇ ગઈ. અને ભારતીય ટીમને 106 રનથી જીત મળી. આ જીત સાથે જ હવે બંને ટીમો 1-1 થી સીરિઝમાં બરાબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp