ગિલ કે સારા તેંદુલકર, કોની પાસે છે વધુ સંપત્તિ, જાણો નેટવર્થ અને એજ્યુકેશન
આજે કોઇને ભારતીય ક્રિકેટર શુભમન ગિલની ઓળખ આપવાની જરૂર નથી. શુભમન ગિલે પોતાની રમત અને કૌશલ્યના દમ પર ભારતીય ટીમમાં પોતાની જગ્યા મજબૂત કરી લીધી છે. તે 2018 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ઉપકેપ્ટન પણ રહી ચૂક્યો છે. શુભમન ગિલનું નામ મોટા ભાગે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સાથે જોડવામાં આવે છે. શુભમન ગિલ એક શાનદાર ક્રિકેટર છે તો સારા તેંદુલકર એક મોડલ છે. તે મોટા મોટા બ્રાન્ડ્સની જાહેરાત કરે છે.
શુભમન ગિલના દેશભરમાં લાખો ફેન્સ છે. સારા પોતાની સુંદરતાથી સોશિયલ મીડિયા પર રાજ કરે છે. આ અનુસંધાને આજે તમને સારા તેંદુલકર અને ક્રિકેટર શુભમન ગિલના નેટવર્થ અને એજ્યુકેશન બાબતે બતાવીશું. કોઇ વસ્તુમાં સારા તેંદુલકર આગળ છે, તો કોઇમાં શુભમન ગિલ સારાથી ખૂબ આગળ છે.
શુભમન ગિલ:
શુભમન ગિલની કુલ સંપત્તિ લગભગ 32 કરોડ રૂપિયા છે. શુભમન ગિલે આ કમાણી ક્રિકેટ અને બ્રાન્ડ્સ પાસેથી કરી છે. પ્રમોશનના માધ્યમથી તો શુભમન ગિલ કરોડોની કમાણી કરે છે. શુભમન ગિલનું વર્ષ 2024ના BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પ્રમોશન થયું હતું. તો શુભમન ગિલના અભ્યાસની વાત કરીએ તો તેણે પંજાબના મોહાલીમાં સ્થિત માનવ મંગલ સ્માર્ટ સ્કૂલથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું છે. શુભમન ગિલે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે.
સારા તેંદુલકર:
સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકર સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકી છે. એટલું જ નહીં સારા પોતાના ફેશન સેન્સ અને સુંદરતાથી બોલિવુડ કિડ્સને સખત ટક્કર આપે છે. તો સારાના નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ મુજબ સારાની અંદાજિત સંપત્તિ 50 લાખથી 1 કરોડ રૂપિયા છે. એ સારા તેંદુલકર શૉપ નામનું એક ઓનલાઇન સ્ટોર પણ ચલાવે છે. એ સિવાય તેને ભારતમાં કોરિયન બ્યૂટી બ્રાન્ડ લેનિઝની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી હતી. સારાએ મુંબઇની ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું છે, ત્યારબાદ યુનિવર્સિટી કૉલેજ લંડનથી માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. મેડિકલનો અભ્યાસ કર્યા બાદ સારાએ ફેશનની દુનિયામાં પગ રાખ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp