સુપર-8 મેચો વચ્ચે WIને ઝટકો, બ્રેન્ડન કિંગ બહાર, રિપ્લેસમેન્ટની પણ થઈ જાહેરાત

PC: indiatvnews.com

T20 વર્લ્ડ કપ 2024ની સુપર-8 મેચો વચ્ચે વેસ્ટ ઇન્ડીઝની ટીમને એક મોટો ઝટકો બ્રેન્ડન કિંગના રૂપમાં લાગ્યો છે, જે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે. બ્રેન્ડન કિંગ ઇજાના કારણે T20 વર્લ્ડ કપમાં આગળ નહીં રમી શકે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે અને આ રિપ્લેસમેન્ટને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંજૂરી આપી દીધી છે. બ્રેન્ડન કિંગની જગ્યાએ હવે કાઈલ મેયર્સ T20 વર્લ્ડ કપ 2024માં કેરેબિયન ટીમ માટે રમતો નજરે પડશે.

શુક્રવાર 21 જૂનના રોજ ICCએ બ્રેન્ડન કિંગના રિપ્લેસમેન્ટ તરીકે કાઈલ મેયર્સને અપ્રૂવ કરી દીધો હતો. રાત્રે વેસ્ટ ઈન્ડીઝે યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (USA) વિરુદ્ધ મેચ રમવાની હતી, જેના માટે તે ઉપલબ્ધ નહોતો. બ્રેન્ડન કિંગના આ બેટ્સમેનનો શાનદાર રેકોર્ડ છે. તે 55 T20 ઇન્ટરનેશનલ મેચ વેસ્ટ ઇન્ડીઝ માટે રમી ચૂક્યો છે. બ્રેન્ડન કિંગ સાઇડ સ્ટ્રેનના કારણે ટૂર્નામેન્ટથી બહાર થયો છે. સુપર 8ની પહેલી મેચમાં તેને આ પરેશાની થઈ હતી.

બુધવારે 19 જૂન ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં બ્રેન્ડન કિંગ 23 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો વેસ્ટ ઈન્ડીઝને એ સમયે મેચમાં 8 વિકેટથી હાર મળી હતી. કાઈલ મેયર્સ આજે ટીમ સાથે જોડાઈ જશે અને 23 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેજબાન ટીમના અંતિમ સુપર 8 મેચ માટે ઉપલબ્ધ હશે. વેસ્ટ ઈન્ડીઝે USAની ટીમને સુપર-8 મેચમાં હરાવીને સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવતી રાખી છે. જમણા હાથના બેટ્સમેન બ્રેન્ડન કિંગ માટે આ ટૂર્નામેન્ટ આમ પણ સારું પસાર થયું નહોતું.

તેણે 5 ઇનિંગમાં કુલ 86 રન બનાવ્યા હતા. તેનો હાઈએસ્ટ સ્કોર 34 રન હતો. તેની એવરેજ આ ટૂર્નામેન્ટમાં 21.50 અને સ્ટ્રાઈક રેટ 126.47ની હતી. આ દરમિયાન 13 ચોગ્ગા અને 2 સિક્સ લગાવ્યા હતા. જો કે, મિડલ ઓર્ડરમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ મજબૂત છે. એવામાં તેના ખરાબ પ્રદર્શન પર વધારે ચર્ચા ન થઈ, પરંતુ હવે તે ઇજાના કારણે ટૂર્નામેન્ટ નહીં રમી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp