હાર્દિક પંડયા મુંબઇને કેમ જીતાડી નથી શકતો, સિદ્ધુએ આપ્યું મોટું જ્ઞાન

PC: hindustantimes.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ આ સીઝનમાં સતત ત્રીજી મેચ હારી ગઈ છે. સોમવારે તે પોતાના ઘરમાં પહેલી વખત સીઝનની કોઈ મેચ રમી રહી હતી, પરંતુ રાજસ્થાન રોયલ્સ (RR) વિરુદ્ધ રમાયેલી આ મેચમાં તે માત્ર 125 રન જ બનાવી શકી. રાજસ્થાન રોયલ્સની ટીમે આ મેચને 15.3 ઓવરોમાં સરળતાથી પોતાના નામે કરી લીધી. મેચ બાદ પૂર્વ ભારતીય બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધુએ હારનું કારણ ટીમમાં વિખવાદ બતાવ્યો.

તેમણે કહ્યું કે, આ ટીમ હાર્દિક પંડ્યાને અપનાવી રહી નથી અને તેના કારણે એકજૂથ નથી. જે દિવસે આ ખેલાડી એકજૂથ થઈ જશે, જીત તેમના નામે હશે. હાર્દિક પંડ્યા આ દિવસોમાં ખૂબ દબાવ અનુભવી રહ્યો છે. તેને મુંબઈ ઇન્ડિયન્સે આ સીઝનમાં પોતાની ટીમમાં ગુજરાત પાસે ટ્રેડ કર્યો હતો અને તેને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. ત્યારબાદ ફેન્સ હાર્દિકથી નારાજ છે અને અત્યાર સુધી રમેલી ત્રણેય મેચમાં તેની ખૂબ હૂટિંગ થઈ છે.

ફેન્સ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે અત્યારે રોહિત શર્માને જ રમતો જોવા માગે છે. IPLના ટીવી પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા સિદ્ધુએ અનુમાન લગાવ્યા કે, એવી જ ફિલિંગ મુંબઈની ટીમની અંદર છે. તેમણે કહ્યું કે, હાર્દિક હાર માની લેનારા ખેલાડીઓમાં નથી અને તેનો એટિટ્યુડ હંમેશાં પોઝિટિવ રહે છે, તે હારીને પણ દબાવ અનુભવતો નથી અને પોતાના પ્રોસેસ પર ટકી રહેવામાં ભરોસો કરે છે, પરંતુ અહી જોઈને લાગી રહ્યું છે કે તે આ ટીમમાં હાલમાં અલગ-થલગ છે અને ટીમના ખેલાડીઓ પાસેથી માનસિક સપોર્ટ મળી રહ્યો નથી, જે કેપ્ટનને જોઈતો હોય છે.

આ ચર્ચામાં તેમની સાથે અંબાતી રાયડુ સામેલ હતો. આ અવસર પર અંબાતી રાયડુએ કહ્યું કે, આ ટીમ એટલે નિષ્ફળ થઈ રહી છે કેમ કે બહારથી ઘણા લોકો હાર્દિકને ઘણી વસ્તુઓ માટે કહી રહ્યા છે, પરંતુ બધાએ સમજવું જોઈએ કે હવે આ ટીમ રોહિતની ટીમ નથી અને હાર્દિકની ટીમ છે. એવામાં હાર્દિકને જેવું જોઈએ, તેમ ટીમને ચલાવવા દેવી જોઈએ. ત્યારે જ મુંબઈની જીત ટ્રેક પર ફરશે અને પોતાની એ ક્રિકેટ રમી શકશે, જેના માટે તે જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp