સિરાજે IPL ઈતિહાસની સૌથી લાંબી ઓવર નાંખી, વગર ઇચ્છાએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

PC: newsindialive.in

IPL 2023ની પ્રથમ મેચમાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ RCBને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને RCBની ટીમે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની સારી ઈનિંગના આધારે આસાનીથી હાંસલ કરી લીધો હતો. RCBના બોલર મોહમ્મદ સિરાજે આ મેચમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ આ સાથે તેણે એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો. ચાલો તેના વિશે જાણીએ.

RCBના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની ચાર ઓવરમાં 21 રનમાં 1 વિકેટ આપી હતી. તેણે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. જ્યારે, તેણે બીજી ઓવરમાં 1 રન આપ્યો અને ત્રીજી ઓવરમાં પણ તેણે ચુસ્તપણે બોલિંગ કરી. ત્યારપછી સિરાજને 19મી ઓવરમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે તેને આગળ કર્યો હતો, પરંતુ તેણે 11 બોલની ઓવર ફેંકીને શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

મોહમ્મદ સિરાજે 19મી ઓવરનો પ્રથમ બોલ ડોટ ફેંક્યો હતો. આ પછી બીજા બોલ પર એક રન થયો. ત્યારબાદ તેણે સતત ચાર બોલ વાઈડ ફેંક્યા અને તે પોતાની લય ગુમાવતો રહ્યો. પછી ત્રીજા બોલ પર રન આપ્યો. તેણે ચોથા અને પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્યારપછી આગળનો બોલ વાઈડ નાખ્યો અને છઠ્ઠો બોલ ડોટ હતો. આ રીતે તેણે ઓવરમાં કુલ 11 બોલ ફેંક્યા. જે IPLના ઈતિહાસમાં સૌથી લાંબી ઓવર છે. સિરાજે આ ઓવરમાં કુલ 16 રન આપ્યા હતા. આ પહેલા IPLમાં સૌથી લાંબી ઓવર ફેંકવાનો રેકોર્ડ મુનાફ પટેલના નામે હતો. તેણે વર્ષ 2012માં 10 બોલમાં ઓવર પૂરી કરી હતી.

મોહમ્મદ સિરાજ 2017થી IPLમાં રમી રહ્યો છે. તેણે પોતાના દમ પર RCB ટીમ માટે ઘણી મેચો જીતી છે. જ્યારે તે પોતાની લયમાં હોય છે, ત્યારે તે કોઈપણ બેટિંગ આક્રમણને તોડી શકે છે. તેણે અત્યાર સુધી IPLની 66 મેચમાં 96 વિકેટ ઝડપી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે તિલક વર્માની ઈનિંગની મદદથી 171 રન બનાવ્યા હતા. જેનો પીછો કરવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 148 રન જોડ્યા હતા. બંનેની ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આસાનીથી જીત મેળવી હતી. ફાફ ડુ પ્લેસિસની શાનદાર ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp