'..તો સવારે ઉઠીને નિવૃત્તિ માટે ટ્વીટ કરીશ', ઈજાથી ઝઝૂમતા શમીનું મોટું નિવેદન

PC: english.jagran.com

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલના સમયે પગમાં ઘૂંટીની ઈજાના કારણે બ્રેક પર છે. પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહેલા મોહમ્મદ શમી હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે. પરંતુ આ દરમિયાન મોહમ્મદ શમીએ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે.

શમીએ કહ્યું છે કે, તે ક્યારે ક્રિકેટને અલવિદા કહેશે. તેણે કહ્યું કે, જે કોઈ પણ દિવસે હું ક્રિકેટથી કંટાળો અનુભવવા લાગીશ ત્યારે, તે સવારે હું જાગીશ અને મારી નિવૃત્તિ વિશે ટ્વિટ કરી દઈશ. અહીં તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ મીડિયા સૂત્રો સાથેની એક વાતચીતમાં આ વાત કહી છે.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. આ પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જોકે, ઈજા ક્યારે થઈ તે જાણી શકાયું નથી. હાલ મોહમ્મદ શમી આ ઈજાના કારણે ભારતીય ટીમની બહાર છે.

આ દરમિયાન શમીએ પોતાની નિવૃત્તિ વિશે વાત કરતાં કહ્યું, 'જે દિવસે હું ક્રિકેટથી કંટાળી જઈશ, ત્યારે જ હું તેને છોડી દઈશ. મારે કોઈ વસ્તુનો બોજ ઉઠાવવાની જરૂર નથી અને કોઈ મને સમજાવવાવાળું પણ નથી. તેમજ મારા પરિવારમાં કોઈ મને કંઈ કહેતું નથી. જે દિવસે હું સવારે ઉઠ્યો અને ત્યારે મને લાગ્યું કે, અરે મારે ગ્રાઉન્ડ પર જવું પડશે. તે જ દિવસે હું પોતે ટ્વિટ કરીશ કે, હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.'

એવા પણ અહેવાલો આવ્યા છે કે, મોહમ્મદ શમીની બાયોપિક આવવાની છે. જો કે તેમાં કોણ અભિનેતા હશે તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે શમીએ પોતાની બાયોપિકના સવાલનો યોગ્ય જવાબ આપ્યો છે. તેણે કહ્યું, 'હા, મારી બાયોપિક પણ આવશે. જો કોઈ એક્ટર નહીં હોય તો ક્રિકેટ છોડ્યા પછી હું પોતે મારી જ બાયોપિકમાં કામ કરી લઇશ.'

શમીને વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગને લઈને પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ અંગે પણ તેણે એકદમ બિન્દાસ જવાબ આપ્યો હતો. શમીએ કહ્યું, 'વિરાટ કોહલી ખૂબ જ પ્રેમથી શોટ્સ રમે છે. પરંતુ જ્યાં સુધી રોહિત રમે છે ત્યાં સુધી તે ખૂબ જ ગંદુ અને દૂર દૂર સુધી ફટકા મારે છે.'

મોહમ્મદ શમીએ કહ્યું, 'રોહિત શર્મા વિરાટ કરતા વધુ ખતરનાક બેટ્સમેન છે. એક કેપ્ટન તરીકે મને મહેન્દ્ર સિંહ ધોની વધુ ખાસ લાગે છે, કારણ કે તેણે 3-3 ટ્રોફી જીતાવી છે. સંભવતઃ ધોની જેવું અત્યાર સુધી કોઈ મેળવી શક્યું નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp