...તો તેને દોષી માનશો? રસેલના પ્રદર્શનનો શ્રેય ગંભીરને દેવાથી ગુસ્સામાં ગાવસ્કર
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024ની શરૂઆત આન્દ્રે રસેલના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે જીત સાથે કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં, રસેલની 64 રનની તોફાની ઇનિંગના આધારે, KKRએ 208 રનનો સ્કોર લગાવ્યો હતો, ત્યાર પછી તેણે SRHને 204 રન પર રોકીને 4 રનથી મેચ જીતી લીધી હતી. બેટિંગ કર્યા પછી આન્દ્રે રસેલે બોલિંગમાં પણ તાકાત દેખાડી હતી અને 2 ઓવરમાં 25 રન આપીને અભિષેક શર્મા અને અબ્દુલ સમદના રૂપમાં બે વિકેટ લીધી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બધાએ રસેલના આ મેચ-વિનિંગ પ્રદર્શનનો શ્રેય ગૌતમ ગંભીરને આપવાનું શરૂ કર્યું, જે KKR ટીમમાં મેન્ટર તરીકે પરત ફર્યા છે. જોકે, પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર આ વાત સાથે સહમત હોય તેવું લાગતું નથી.
સ્ટાર સ્પોટ્સ પરના એક શો દરમિયાન, જ્યારે એન્કરે કહ્યું કે, ગૌતમ ગંભીરની એન્ટ્રીથી આન્દ્રે રસેલની ઇનિંગ્સ પર થોડી અસર પડી છે, જ્યારે પાછલી સિઝનમાં તેની રમતમાં તેણે એક પણ અડધી સદી ફટકારી ન હતી.
જ્યારે ગંભીરને રસેલના પ્રદર્શનનો શ્રેય આપવામાં આવ્યો ત્યારે ગાવસ્કર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, 'આપણે બહુ આગળ ન વધવું જોઈએ. તેણે (આન્દ્રે રસેલ) સારી બેટિંગ કરી હતી અને તેને ત્યાં (ટીમમાં) કોઈના આવવા સાથે કોઈ લેવાદેવા નથી. જો તે આગામી કેટલીક ઇનિંગ્સમાં સારું પ્રદર્શન નહીં કરે તો શું તમે ગૌતમને આના માટે દોષી માનશો? ચાલો તેને થોડી સરળ ભાષામાં સમજીએ...'
લિટલ માસ્ટરે આગળ કહ્યું, 'જ્યારે તમે ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીને જોશો, જે પ્રેક્ટિસમાં તો શાનદાર યોર્કર બોલ કરે છે, પરંતુ મેચમાં તે બોલને લેગ સાઇડ પર આન્દ્રે રસેલના આર્કમાં ફેંકી રહ્યો હતો.., જ્યારે આન્દ્રે રસેલ જેવો કોઈ એક વખત ખેલાડી સખત પ્રહાર કરે છે, તો તેને રોકવો મુશ્કેલ છે.'
IPL 2023માં આન્દ્રે રસેલનું બેટ શાંત હતું, તેણે 14 મેચમાં માત્ર 222 રન બનાવ્યા હતા, જેના પછી સવાલો ઉઠ્યા હતા કે, શું KKR તેને જાળવી રાખશે? જોકે, આ સિઝનમાં તેણે પહેલી જ મેચમાં ફરી એકવાર આખી દુનિયાને પોતાની ક્ષમતા બતાવી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp