કોઈએ કહ્યું 'જુનિયર વોલ' તો કોઈએ 'હિટમેન', દ્રવિડના પુત્રની સિક્સર જોવા જેવી છે

PC: hindi.cricketnmore.com

ભારતના મહાન બેટ્સમેન અને ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો સમિતને 'જુનિયર વોલ' અને આગામી 'હિટમેન' તરીકે બોલાવી રહ્યા છે. આ એટલા માટે છે, કારણ કે તેણે મહારાજા T20 KSCA ટૂર્નામેન્ટમાં એક સિક્સર ફટકારી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તો પછી શું, આ શોટ જોઈને લોકો તેને તેના પિતા રાહુલ દ્રવિડની જેવો જ છે એમ બોલાવવા લાગ્યા. કોઈએ તેને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા જેવો છે એમ બતાવવાનું શરૂ કર્યું.

હકીકતમાં, મહારાજા T20 KSCA ટૂર્નામેન્ટની એક મેચમાં સમિત દ્રવિડે પોતાના દમદાર સિક્સ શોટ વડે ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. મૈસૂર વોરિયર્સ તરફથી રમતા સમિતે બેંગલુરુ બ્લાસ્ટર્સ સામેની મેચ દરમિયાન લાંબી સિક્સ ફટકારી હતી અને તેની ઉત્તમ સ્થિતિ પણ જાળવી રાખી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે સમિતે ઉભા રહીને બોલને સરળતાથી બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો. પછી શું થયું, સોશિયલ મીડિયા પર વખાણ થવા લાગ્યા. કોમેન્ટ્સનું પૂર આવ્યું.

સમિત દ્રવિડની છગ્ગાની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આજે દ્રવિડ સરને તેમના પુત્ર પર ગર્વની લાગણી થશે. હું કહી શકું છું કે ભારત ટૂંક સમયમાં આ જુનિયર વોલ મેળવવા જઈ રહ્યું છે. અન્ય યુઝરે લખ્યું, 'જુનિયર રાહુલ દ્રવિડ જેવો લાગે છે.'

જો કે, સમિત મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેની ટીમના કુલ સ્કોરમાં માત્ર સાત રનનું યોગદાન આપી શક્યો હતો. અંતે, વરસાદના કારણે મેચ વિક્ષેપિત થઈ, જેના કારણે મૈસુર વોરિયર્સ 4 રને હારી ગઈ. અહીં તમને જણાવી દઈએ કે, મહારાજા T20 લીગ 2024માં સમિત દ્રવિડની આ ડેબ્યૂ મેચ હતી. તે મૈસુર વોરિયર્સ ટીમનો એક ભાગ છે. તે આ ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે. ટૂર્નામેન્ટ પહેલા હરાજી દરમિયાન તેના પર 50,000 રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp