રીંકુના શૉટથી ઇજાગ્રસ્ત થયો છોકરો, તેણે એવું કર્યું કે બધાનું દિલ જીતી લીધું

PC: india.com

ઇન્ડિયન ક્રિકેટર ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની તૈયારીઓમાં લાગી ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમનાર રિંકુ સિંહ હાલમાં ટીમના કેમ્પમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન રિંકુ સિંહના શૉટથી એક છોકરો ઇજાગ્રસ્ત થઈ ગયો હતો, ત્યારબાદ ક્રિકેટરે છોકરા પાસે જઈને ન માત્ર માફી માગી, પરંતુ છોકરાને ગિફ્ટ પણ આપી. કોલકાતા નાઈટ રાઇડર્સે 12 માર્ચે આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં રિંકુ સિંહ બેટિંગ પ્રેક્ટિસ કરતો નજરે પડી રહ્યો છે, કેમ્પમાં બેટિંગ કરી રહ્યો હતો એ દરમિયાન, રિંકુ સિંહે એક સિક્સ લગાવ્યો. બૉલ જઈને દૂર ઊભા એક છોકરાના માથા પર લાગ્યો. ત્યારબાદ રિંકુ સિંહ દોડીને છોકરા પાસે પહોંચ્યો અને તેણે તેની પાસે માફી માંગી. આ દરમિયાન રિંકુ સિંહ સાથે બેટિંગ કોચ અભિષેક નાયર પણ નજરે પડી રહ્યા છે. રિંકુ સિંહે છોકરાને કોલકાતા નાઈટ રાઈડર્સની ટોપી ગિફ્ટ આપી. આ કેપ પર રિંકુ સિંહે ઓટોગ્રાફ પણ આપ્યો.

રિંકુ સિંહે IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા 474 રન બનાવી હતા. જેમાં 4 અડધી સદી પણ સામેલ હતી. રિંકુ સિંહના આ રન 59.25ની એવરેજથી આવ્યા હતા. જ્યારે તેની સ્ટ્રાઈક રેટ 149.53ની રહી. રિંકુ સિંહે આ સીઝનમાં અસલી ધમાલ ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ મચાવી હતી. તેણે યશ દયાળના 5 બૉલ પર સતત 5 સિક્સ લગાવીને પોતાની ટીમને જીત અપાવી હતી.

આ શાનદાર પ્રદર્શનની મદદથી રિંકુ સિંહને ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવાનો અવસર મળ્યો હતો અને રિંકુએ અહી પણ અત્યાર સુધી એક શાનદાર પ્રદર્શન કર્યું છે. રિંકુ સિંહે ડેબ્યૂ બાદ 15 T20 મેચમાં 256 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 176.23 અને એવરેજ 89ની રહી છે. તેના નામે 2 અડધી સદી છે. તો રિંકુ સિંહે 2 વન-ડે મેચ પણ રમી છે. જેમાં તેના નામે 55 રન નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp