પૂર્વ ખેલાડી ભારતના વિજય રથ પર લગાવી રહ્યો હતો ગ્રહણ, દાદાએ કહ્યું- 8 વાગે...

PC: hindustantimes.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ માઇકલ વૉનને જડબાતોડ જવાબ આપ્યો છે. ગાંગુલીએ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉનના એ નિવેદનને જળમૂળથી નકારી દીધું, જેમાં ઇંગ્લિશ બેટ્સમેને ભારતના સમયાનુસાર બ્રોડકાસ્ટિંગને લઈને સવાલ ઉઠાવ્યો હતો. માઇકલ વૉને કહ્યું હતું કે, T20 વર્લ્ડ કપ 2024 ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને મેચોને સવારે રમાડવામાં આવી રહી છે, જેનાથી ભારતીય ટીમને વધારે ફાયદો થઈ રહ્યો છે અને ભારતીય ટીમના સ્પિનરોને અનુકૂળ પીચ તૈયાર કરવામાં આવી છે.

ભારતીય ટીમે ઇંગ્લેન્ડને સેમીફાઇનલમાં હરાવીને તેને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું. સૌરવ ગાંગુલીએ શુક્રવારે કોલકાતામાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘માઇકલ વૉન મારો ખૂબ સારો મિત્ર છે. મને ખબર નથી કે, ICC સાંજે 8:00 વાગ્યે પ્રસારણ રાખીને ભારતને ક્રિકેટ મેચ જીતવામાં કેવી રીતે મદદ કરે છે. હું નથી જાણતો કે પ્રસારણ તમને ક્રિકેટ મેચ કેવી રીતે જીતાડી શકે છે. તમારે મેદાન પર રમવાનું અને જીતવાનું હોય છે.

તેમણે કહ્યું કે, ગુયાના (ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમીફાઇનલ મેચનું સ્થળ) અગાઉ પણ આ ટીમે દરેક સ્થળ અને આખી દુનિયાભરના મેદાનો પર જીત હાંસલ કરી છે.’ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં ઓપનર બેટસમન તરીકે પ્રભાવી પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ સૌરવ ગાંગુલીનું માનવું છે કે તેણે એ ચાલુ રાખવું જોઈએ (ઓપનિંગ કરવાનું). તેમણે કહ્યું કે, ‘વિરાટ કોહલીએ ઇનિંગની શરૂઆત કરવાનું ચાલુ રાખવું જોઈએ.

તેણે 7 મહિના અગાઉ જ વર્લ્ડ કપમાં 700 રન બનાવ્યા હતા. એ માણસ છે, ક્યારેક ક્યારેક નિષ્ફળ પણ થશે. તમારે તેને સ્વીકારવું પડશે. કોહલી, સચિન તેંદુલકર, રાહુલ દ્રવિડ જેવા લોકો ભારતીય ક્રિકેટનો વારસો છે. 3-4 મેચ તેમને નબળા ખેલાડી નહીં બનાવી શકે. ફાઇનલમાં તે કમાલ કરી શકે છે.

જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઇનલ મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. 172 રનનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લિશ  ટીમ 16.4 ઓવરમાં માત્ર 103 રન પર જ ઢેર થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી, જ્યારે બૂમારહને 2 વિકેટ મળી હતી, તો બે ખેલાડી રન આઉટ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp