હવે મને કોઈ ગાળ નથી આપતું, બધા ભૂલી ગયા કે.., આખરે દાદાનું કઇ વાત પર છલકાયુ દર્દ

PC: facebook.com/OfficialSCGanguly

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, જ્યારે તેમણે રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટન્સી સોંપી ત્યારે લોકોએ તેમને ગમે તેમ કહ્યું, પરંતુ હવે જ્યારે રોહિત શર્માએ પોતાની કેપ્ટન્સીમાં ભારતને T20 વર્લ્ડ કપની વિજેતા બનાવી છે ત્યારે બધા ટીકાકારોના મોઢા બંધ થઈ ગયા. 2021 T20 વર્લ્ડ કપ અગાઉ વિરાટ કોહલીએ T20 ટીમની કેપ્ટનસીથી રાજીનામું આપીને બધાને હેરાન કરી દીધા હતા. વિરાટ કોહલીએ એક મહિનાની અંદર વન-ડે અને ટેસ્ટની કેપ્ટન્સી પણ છોડી દીધી હતી.

આ દરમિયાન વિરાટ કોહલીએ એવો કર્યો કે, તેને દક્ષિણ આફ્રિકા 2021-22 પ્રવાસની ટીમ સિલેક્શન બેઠકથી 90 મિનિટ અગાઉ બતાવવામાં આવ્યું કે, તેને વન-ડે ટીમની કેપ્ટન્સીથી હટાવવામાં આવી રહ્યો છે. તેમણે BCCIના એ દાવાનું ખંડન કર્યું હતું કે આ નિર્ણય બાબતે તેને ખૂબ પહેલા બતાવી દેવામાં આવ્યું હતું. સૌરવ ગાંગુલીએ એ સમયને યાદ કર્યો, જ્યારે રોહિત શર્માને કેપ્ટન બનાવવા માટે તેમની નિંદા કરવામાં આવી રહી હતી.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, જ્યારે મેં રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટન્સી સોંપી તો બધાએ મારી નિંદા કરી. હવે જ્યારે રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ જીતી લીધો તો બધાએ તેના માટે મને ગાળો આપવાનું બંધ કરી દીધું. વાસ્તવમાં મને લાગે છે કે દરેક એ ભૂલી ગયું છે કે મેં જ તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકામાં સીરિઝ હાર્યા બાદ કોહલીએ ભારતની ટેસ્ટ કેપ્ટન્સી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તત્કાલીન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સોશિયલ મીડિયા પર ખૂબ નિંદા થઈ હતી. અહી સુધી કે, કેટલાક લોકોએ કોહલીને પદ પરથી હટવા મજબૂર કરવા માટે દોષી પણ બતાવ્યા હતા, પરંતુ એ સમય હવે ભૂતકાળની વાત લાગે છે, જ્યારે રોહિત શર્માના નેતૃત્વમાં ભારત T20 ચેમ્પિયન બન્યું, જેણે કોહલીની જગ્યાએ બધા ફોર્મેટમાં કેપ્ટન્સી સંભાળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp