બીજી ટેસ્ટ પહેલા દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો, કેપ્ટન જ બહાર, આ ખેલાડીને જવાબદારી

PC: hindnow.com

સાઉથ આફ્રિકાને ભારત સામેની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સ અને 32 રને જીત્યા પછી મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, તેના નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમાને શ્રેણીની બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 3 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.

ટેમ્બા બાવુમા બોક્સિંગ ડેની મેચ માંથી મોટાભાગનો સમય હેમસ્ટ્રિંગના ખેંચાઈ જવાથી બહાર જ રહ્યો હતો. તેના સ્થાને સેન્ચુરિયનમાં 185 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમનાર ડીન એલ્ગરે ટીમની કમાન સંભાળી હતી. ડીન એલ્ગર તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચમાં પણ દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે.

આ દરમિયાન ઝુબેર હમઝાને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જમણા હાથના બેટ્સમેન ઝુબેર હમઝાએ અત્યાર સુધી માત્ર 6 ટેસ્ટ મેચ અને એક ODI મેચ રમી છે. તેણે વનડેમાં 17.66ની એવરેજથી 212 અને ODIમાં 56 રન બનાવ્યા છે.

પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે 20 ઓવર પણ રમાઈ ન હતી, જ્યારે ટેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત થયો હતો. ભારતની બેટિંગ દરમિયાન માર્કો યાનસેન દક્ષિણ આફ્રિકા માટે 20મી ઓવર ફેંકવા માટે લાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ ઓવરના ચોથા બોલ પર પોતાનો મનપસંદ શોટ (કવર ડ્રાઈવ) રમ્યો હતો. બોલ લોંગ ઓફ તરફ જઈ રહ્યો હતો અને ટેમ્બા બાવુમા તેની પાછળ હતો.

ટેમ્બા બાવુમાએ બાઉન્ડ્રી પહેલા બોલને રોક્યો તો હતો, પરંતુ પોતાને ઈજાગ્રસ્ત કરી લોધો હતો. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યાર પછી જાણવા મળ્યું કે તેને સ્કેન માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્નાયુ ખેંચાઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, કોઈ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કહ્યું કે, મેચમાં તેની વધુ ભાગીદારી નક્કી કરવા માટે તેના પર દરરોજ નજર રાખવામાં આવશે.

ટેસ્ટ મેચના બીજા દિવસે, ટેમ્બા બાવુમા સવારના વોર્મ-અપમાં થોડા સમય માટે જોવા મળ્યો હતો, પરંતુ તે પછી તે પછીના બે દિવસ સુધી બિલકુલ જોવા મળ્યો નહોતો. ટીમ મેનેજમેન્ટે પણ તેની ઈજા વિશે કોઈ અપડેટ આપ્યું નથી, ખાસ કરીને ટેમ્બા બાવુમા બેટિંગ કરશે કે નહીં. આ પછી, તેની ઈજાની ગંભીરતાને લઈને અટકળો વધી ગઈ.

દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ કોચ શુક્રી કોનરાડે પુષ્ટિ કરી હતી કે, ટેમ્બા બાવુમા 'શારીરિક રીતે સારી સ્થિતિમાં નથી', કારણ કે પરિસ્થિતિ 'અસ્થિર' હતી. ટેમ્બા બાવુમાને બેટિંગ કરવાની જરૂર પડશે કે કેમ તે જાણતા સુધી ટીમ મેનેજમેન્ટ કોઈ જાહેર ટિપ્પણી કરવા માંગતા ન હતા.

આખરે, શુક્રી કોનરેડ 163 રનની લીડને સારી માનતા હોવાથી ટેમ્બા બાવુમાને જોખમ ન લેવાનું નક્કી કર્યું. બાવુમાની ગેરહાજરીમાં, એલ્ગરે નેતૃત્વની ફરજો સંભાળી. એલ્ગર જ્યારે સાઉથ આફ્રિકન ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે ત્યારે ફરી આવું જ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp