T20માં રોમાંચક મેચ, નેપાળે દક્ષિણ આફ્રિકાન ટીમને હંફાવી, અંતિમ બોલ પર 1 રનથી જીત

PC: espncricinfo.com

દક્ષિણ આફ્રિકા અને નેપાળ વચ્ચે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચ થઈ. આ મેચ છેલ્લા બૉલ સુધી શ્વાસ રોકી દેનારી રહી. જ્યાં દક્ષિણ આફ્રિકાએ 1 રનથી મેચમાં જીત હાંસલ કરી. એક સમયે એમ લાગી રહ્યું હતું કે, નેપાળની ટીમ આ મેચ જીતી જશે, પરંતુ અંતે બાજી દક્ષિણ આફ્રિકાના હાથમાં જતી રહી. કુલ મળીને ભલે ઑન રેકોર્ડ દક્ષિણ આફ્રિકાએ જીતી હોય, પરંતુ હકીકતમાં દિલ તો નેપાળી ટીમે જીત્યું. મેચમાં સીનિયર દક્ષિણ આફ્રિકા પર નેપાળી ટીમ હાવી રહી.

બંને જ ટીમો પહેલી વખત કોઈ T20 ઇન્ટરનેશનલ મેચમાં એક બીજા વિરુદ્ધ રમી રહી હતી. કિંગ્સટાઉનમાં 15 જૂને થયેલી આ મેચમાં પહેલા રમતા દક્ષિણ આફ્રિકન ટીમે સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. જવાબમાં રમવા ઉતરેલી નેપાળી ટીમ સીમિત ઓવર્સમાં 114 રન જ બનાવી શકી. નેપાળને છેલ્લા 6 બૉલમાં 8 રન જોઈતા હતા. એડેન માર્કરમે બૉલિંગની કમાન ત્યારે ઓટનીલ બર્ટમેનને આપી. 19 ઓવર પૂરી થવા પર નેપાળી ટીમનો સ્કોર 6 વિકેટ ગુમાવીને 108 હતો.

એ સમયે સોમપાલ કામી (8) અને ગુલશન ઝા (0) પીચ પર હતા. અહીથી લાગી રહ્યું હતું કે નેપાળી ટીમ જીતી જશે, પરંતુ બાજી આફ્રિકન ટીમે મારી લીધી. છેલ્લા બૉલ પર નેપાળી ટીમને જીતવા માટે 2 રન જોઈતા હતા, પરંતુ ગુલશન ઝા બૉલ પર બેટ ન લગાવી શકયો, ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે બૉલ કલેક્ટ કરીને નોન સ્ટ્રાઈકર એન્ડ તરફ ફેંક્યો અને હેનરીક ક્લાસેને બૉલ પકડીને ગુલશન ઝાને રન આઉટ કરી દીધો. આમ એક સમયે નેપાળે દક્ષિણ આફ્રિકાનો શ્વાસ અટકાવી જ દીધો હતો. આમ દક્ષિણ આફ્રિકન ટીમ સુપર 8 માટે પહેલા જ ક્વાલિફાઈ કરી ચૂકી છે.

છેલ્લી ઓવરનો રોમાંચ:

19.1: 0 રન (ગુલશન ઝા)

19.2: 0 રન ((ગુલશન ઝા)

19.3: 4 રન ((ગુલશન ઝા))

19.4:  2 રન ((ગુલશન ઝા)

19.5: 0 રન (ગુલશન ઝા).

20 ઓવર: આઉટ (ગુલશન ઝા)

નેપાળી ઇનિંગની હાઈલાઈટ્સ:

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રનાચેઝ માટે ઉતરેલી નેપાળી ટીમની પણ વિકેટ સતત પડી. 35 રનના સ્કોર સુધી નેપાળી ટીમ 2 વિકેટ પડી ચૂકી હટી, પરંતુ ત્યારબાદ આસિફ શેખ (42) અને અનિલ શાહ (27)એ ટીમને સંભાળી, પરંતુ એ સિવાય બધા નેપાળી બેટ્સમેન કંઇ ખાસ ન કરી શક્યા. દક્ષિણ આફ્રિકન ટીમ તરફથી પ્લેયર ઓફ ધ મેચ તબરેજ શમ્સી સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 વિકેટ લીધી. તો નેપાળનો સૌથી સફળ બોલર કુશળ ભૂરતેલ રહ્યો, જેણે 19 રન આપીને 4 વિકેટ લીધી. તો દીપેન્દર સિંહ 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી.

પુરુષોના T20 વર્લ્ડ કપમાં 1 રનથી જીત:

દક્ષિણ આફ્રિકા વર્સિસ ન્યૂઝીલેન્ડ, 2009

ન્યૂઝીલેન્ડ વર્સિસ પાકિસ્તાન, બ્રિજટાઉન, 2010

ભારત વર્સિસ દક્ષિણ આફ્રિકા, કોલમ્બો RPS, 2012

ભારત વર્સિસ બાંગ્લાદેશ, બેંગ્લોર 2016

ઝીમ્બાબ્વે વર્સિસ પાકિસ્તાન, પાર્થ, 2022

દક્ષિણ આફ્રિકા વર્સિસ નેપાળ, કિંગ્સટાઉન, 2024.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp