યુઝવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં જોવા માગે છે આ પૂર્વ ખેલાડી

PC: mykhel.com

પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને આશા છે કે T20 વર્લ્ડ કપની સુપર-8 મેચમાં ભારતીય ટીમના બોલિંગ સંયોજનમાં બદલાવ જોવા મળશે કેમ કે ન્યૂયોર્કમાં ભારતની બધી મેચ પૂરી થઈ ચૂકી છે. તેણે કહ્યું કે, કેરેબિયન દ્વીપ સમૂહમાં ICC T20 વર્લ્ડ કપના સુપર 8 ચરણની શરૂઆત થયા બાદ સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઈએ. ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે 4 સ્પિનરોને પસંદ કર્યા છે, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆતી 3 મેચમાં ફાસ્ટ બોલરોનો વધુ ઉપયોગ કર્યો છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બુધવારે નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સંયુક્ત રાજ્ય અમેરિકા વિરુદ્ધ માત્ર 3 ઓવર સ્પિનરોની કરાવી કેમ કે ઓછા સ્કોરવાળી ન્યૂયોર્ક પીચ પર ફાસ્ટ બોલિંગ સૌથી પ્રભાવી સાબિત થઈ. અક્ષર પટેલે એ 3 ઓવર નાખી. ભારતીય ટીમે 3 મેચોમાં સ્પિનરોને માત્ર 9 ઓવર નંખાવી છે. અક્ષર પટેલે 6 અને રવીન્દ્ર જાડેજાએ 3 ઓવર નાખી છે. ટૂર્નામેન્ટમાં ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો છે.

ANI સાથે વાત કરતા ભારતના પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે કહ્યું કે, યુઝવેન્દ્ર ચહલ અંદર આવી શકે છે. રાહુલ (રાહુલ દ્રવિડ) ભાઈ જાણે છે કે વેસ્ટ ઈન્ડીઝમાં શું બદલાવ કરવા જોઈએ, એટલે આપણે 4 સ્પિનરો સાથે ઉતર્યા છીએ. પ્રેસ કોન્ફરન્સમાં પણ રોહિતે કહ્યું કે, તે ખુલાસો કરવા માગતો નથી કે તેઓ 4 સ્પિનર કેમ લઈ જઇ રહ્યા છે, પરંતુ બદલાવ થશે. ખાસ કરીને સ્પિન વિભાગમાં. અક્ષર જે પ્રકારે બેટિંગ અને બોલિંગ કરી રહ્યો છે, ટીમ સામે મોટો સવાલ હશે કે કોને ડ્રોપ કરવો જોઈએ. એ વાસ્તવમાં મુશ્કેલ કોલ હશે.

ભારતીય ટીમની વાત કરીએ તો ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ટીમે 3 મેચમાં 3 જીત હાંસલ કરીને સરળતાથી સુપર 8માં પહોંચી ગઈ છે. ન્યૂયોર્કમાં ઓછા સ્કોરવાળી મેચમાં પાકિસ્તાન અને અમેરિકા સામે સખત પડકારોનો સામનો કરવા છતા ભારતીય ટીમે લચીલાપણું દેખાડ્યું છે. અમેરિકા સામે જીત સાથે જ ટીમે સુપર 8માં જગ્યા પાક્કી કરી લીધી છે. પ્રતિયોગિતા આગામી ચરણ માટે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક ગ્રાઉન્ડમાં જવા અગાઉ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં કેનેડા વિરુદ્ધ ભારતની આગામી મેચ મહત્ત્વપૂર્ણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp