ICCએ વર્લ્ડ કપ વચ્ચે શ્રીલંકા બોર્ડને કર્યું સસ્પેન્ડ, કારણ પણ જણાવ્યું

PC: mediaoneonline.com

ક્રિકેટની વર્લ્ડ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધું છે. આ નિર્ણય એટલે પણ મહત્ત્વનો છે કેમ કે અત્યારે વર્લ્ડ કપની મેચો રમાઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકન સરકારે આખા બોર્ડને બરતરફ કરી દીધું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ તપાસ માટે પોતાની તરફથી કમિટી બનાવી છે. શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કર્યો, જેમાં બોર્ડને બરતરફ કરવાની માગ કરવામાં આવી હતી.

તેમાં સરકાર અને વિપક્ષ બંનેએ પૂરું સમર્થન કર્યું હતું. તેનાથી દેશના ક્રિકેટની સંચાલન સંસ્થામાં સંકટ હજુ ગાઢ થઈ ગયો. ICC તેને સરકાર તરફથી બોર્ડના કામ કાજમાં દખલઅંદાજી માને છે. આ કારણે તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાને વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સુધીથી હારનો સામનો કરવો પડ્યો. ICCએ આખા મામલાને લઈને જણાવ્યું કે, આજે અમારા બોર્ડે બેઠક બાદ નિર્ણય લીધો છે કે શ્રીલંકા ક્રિકેટ એક સભ્યના રૂપમાં પોતાના દાયિતવ્યોનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે. વિશેષ રૂપે પોતાના મામલાઓને સ્વાયત્ત રૂપે સંભાળવામાં.

તેણે એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે કે તેના કામકાજમાં સરકાર તરફથી હસ્તક્ષેપ ન હોય. જો કે સસ્પેન્શન માટે શું શરત લગાવવામાં આવી છે, તેના પર અત્યારે નિર્ણય લેવામાં આવ્યો નથી. શ્રીલંકાની સંસદ દ્વારા પાસ પ્રસ્તાવ સરકારનો હસ્તક્ષેપ દર્શાવે છે. જે ICC બોર્ડ દ્વારા શ્રીલંકાની સભ્યતા સસ્પેન્સ કરવા માટે પૂરતા આધાર હતા. મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા સજિથ પ્રેમદાસાએ ગુરુવારે સંસદમાં ભ્રષ્ટ શ્રીલંકા ક્રિકેટ (SLC) મેનેજમેન્ટને હટાવવાના શીર્ષકનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેનું સરકારના સીનિયર મંત્રી નિમલ સિરિપાલા ડિસિલ્વાએ પૂરું સમર્થન કર્યું.

ICCની બેઠક 18-21 નવેમ્બર વચ્ચે અમદાવાદમાં થવાની છે. ICC બોર્ડે શ્રીલંકા બોર્ડને લઈને શુક્રવારે ઓનલાઇન બેઠક કરી. મીડિયા રિપોર્ટ મુજબ ICC શ્રીલંકા બોર્ડની અંદર દરેક જગ્યાએ સરકારી હસ્તક્ષેપથી ચિંતિત હતું. એમ સમજવામાં આવે છે કે, ICC બોર્ડની બેઠકમાં આગામી પગલાંનો નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર રોશન રણસિંઘેએ બોર્ડને બરતરફ કરી દીધું અને પૂર્વ ખેલાડી અર્જૂન રણતુંગાની અધ્યક્ષતામાં એક મધ્યસ્થ સમિતિની રચના કરી. જો કે, એક દિવસ બાદ જ શ્રીલંકાની કોર્ટે 14 દિવસનો સ્ટે આપતા બોર્ડને ફરી ચાલુ કરી દીધું.

ખેલાડીઓનું શું થશે?

વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો શ્રીલંકાની ટીમ 9માંથી 2 જ મેચ જીતી શકી હતી. તેનું વર્ષ 2025માં થનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વાલિફાઈ કરવા પર સંશય બનેલું છે. સસ્પેન્શન બાદ ખેલાડીઓ પર કદાચ જ કોઈ અસર પડે, પરંતુ ICC શ્રીલંકા ક્રિકેટ બોર્ડના રેવેન્યૂને રોકી શકે છે. સાથે જ તેમની પાસે મેજબાની છીનવાઇ શકે છે. આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકામાં અંડર-19 વર્લ્ડ કપ થવાનો છે. એવામાં તેની મેજબાનીનો મુદ્દો ન ઉકેલાવા પર બીજા દેશને આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp