સ્પોર્ટ્સ મિનિસ્ટર રોશન રણસિંઘેએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કર્યું બરતરફ

PC: latestly.com

વર્લ્ડ કપમાં ભારત સામે મળેલી નિરાશાજનક હારના થોડા દિવસો બાદ શ્રીલંકન સ્પોર્ટ્સ મિનિસ્ટર રોશન રણસિંઘેએ સોમવારે રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને બરતફ કરી દીધું છે. રોશન રણસિંઘે વ્યાપક ભ્રષ્ટાચારના આરોપોને લઈને મહિનાઓથી નાણાકીય રૂપે વિવાદમાં છે. રણસિંઘેના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, દેશના 1996 વર્લ્ડ કપ વિજેતા અર્જૂન રણતુંગાને એક નવા મધ્યસ્થ બોર્ડની નિમણૂક કરવામાં આવી છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર રોશન રણસિંઘેએ શ્રીલંકા ક્રિકેટ માટે મધ્યસ્થ સમિતિની રચના કરી છે.

નવી 7 સભ્યોની પેનલમાં એક રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ અને એક પૂર્વ બોર્ડ અધ્યક્ષ પણ સામેલ છે. આ પગલું બોર્ડના બીજા સૌથી મોટા અધિકારી સચિવ મોહન ડી. સિલ્વા દ્વારા પદ છોડ્યા બાદ આવ્યું છે. ગયા અઠવાડિયે મેજબાન ભારત સામે શ્રીલંકાની વર્લ્ડ કપમાં 302 રનથી હાર બાદ રણસિંઘેએ સાર્વજનિક રૂપે આખા બોર્ડના રાજીનામાની માગ કરી હતી. મુંબઇમાં ગુરુવારે ભારતીય ટીમે આપેલા 358 રનનો પીછો કરતા શ્રીલંકન ટીમ એક સમયે 14 રન પર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી અને 55 રન પર ઓલઆઉટ થઈ ગઈ, જે વર્લ્ડ કપના ઇતિહાસનો ચોથો સૌથી ઓછો સ્કોર છે.

હારના કારણે લોકોમાં ગુસ્સો ફેલાઈ ગયો અને શનિવારે ભયંકર વિરોધ પ્રદર્શન બાદ કોલંબોમાં બોર્ડ કાર્યાલય બહાર પોલીસ તૈનાત કરી દેવામાં આવી. રણસિંઘેએ કહ્યું હતું કે, શ્રીલંકા ક્રિકેટ અધિકારીઓએ પદ પર બન્યા રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ.’ તેમણે પહેલા બોર્ડ પર ‘દેશદ્રોહી અને ભ્રષ્ટ’ હોવાનો આરોપ લગાવ્યો હતો. શ્રીલંકન ટીમે આજે બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાનું છે અને જો તેણે ટોપ-4માં જગ્યા બનાવવી હોય તો તેણે ગાણિતિક ચમત્કારની જરૂરિયાત છે.

રણસિંઘેએ શનિવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પૂર્ણ સભ્યોને ચિઠ્ઠી લખી (જે રમતમાં રાજનીતિક હસ્તક્ષેપ વિરુદ્ધ નિયમ છે) સમજ અને સમર્થન માટે. શ્રીલંકન મીડિયાને આપવામાં આવેલી પ્રેસનોટમાં રણસિંઘેએ કહ્યું કે, શ્રીલંકા ક્રિકેટ ખેલાડીઓના અનુશાસનાત્મક મુદ્દા, મેનેજમેન્ટ ભ્રષ્ટાચાર, નાણાકીય કદાચાર અને મેચ ફિક્સિંગના આરોપોથી ઘેરાયેલી છે. મંત્રીને ICC દ્વારા એ 3 સભ્યોની પેનલને પરત લેવા મજબૂર કરવામાં આવ્યા હતા, જેને તેમણે ગયા મહિને બોર્ડમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ માટે નિમણૂક કરવામાં આવી હતી કેમ કે તેને રાજનીતિક હસ્તક્ષેપ માનવામાં આવ્યો હતો.

રણસિંઘેના પગલાં પર ICC તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવી. શ્રીલંકાએ વર્ષ 1996 બાદ વર્લ્ડ કપ જીત્યો નથી. રણસિંઘેએ માનાકોના ઘટાડા માટે બોર્ડને દોષી ઠેરવ્યું છે. એક અન્ય કેબિનેટ મંત્રી પ્રસન્ના રણતુંગા (નવા નિમાયલા મધ્યસ્થ બોર્ડ અધ્યક્ષના ભાઈ)એ ઑગસ્ટમાં સંસદને જણાવ્યું હતું કે વર્ષ 1996ની જીત આપણી ક્રિકેટ માટે મોટો અભિશાપ હતી. 1996 બાદ ક્રિકેટ બોર્ડમાં પૈસા આવવાના શરૂ થયા અને તેની સાથે જ એ લોકો પણ આવ્યા જે ચોરી કરવા માગતા હતા. એક પૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર હરિન ફર્નાન્ડોએ વર્ષ 2019માં સખત ભષ્ટાચાર વિરોધી કાયદા રજૂ કર્યા હતા, તેમણે કહ્યું કે, ICC શ્રીલંકાને દુનિયાના સૌથી ભ્રષ્ટ ક્રિકેટ દેશોમાં માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp