બૂમરાહને આરામ આપવા પર આ દિગ્ગજે રોહિતને લીધો આડે હાથ, પીચ પર પણ ઉઠાવ્યા સવાલ

PC: BCCI

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. સતત 2 મેચ જીત્યા બાદ ભારતીય ટીમ પાસે અહી જીત હાંસલ કરીને સીરિઝ જીતવાનો સોનેરી અવસર છે, પરંતુ હાલની સ્થિતિ જોતા એ કહેવું ખોટું નહીં હોય કે ભારત આ મેચમાં પાછળ છે. હાલમાં બે દિવસની મેચ રમાઈ ચૂકી છે અને બંને દિવસ ઇંગ્લેન્ડના નામે રહ્યા છે. મેચમાં પણ ભારતની સ્થિતિ જોઈને એક દિગ્ગજ ખેલાડીએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમને આડે હાથ લીધી છે. આ દિગ્ગજે જસપ્રીત બૂમરાહને આરામ આપવા અને ખરાબ પીચ પર સવાલ પણ ઉઠાવ્યા છે. આવો તમને જણાવીએ તેમણે શું કહ્યું.

રાંચી ટેસ્ટમાં ભારતીય ટીમના બોલરો બાદ બેટ્સમેન પણ ઇંગ્લિશ ટીમ સામે બેઅસર દેખાયા. ભારતને રાંચી ટેસ્ટમાં સ્ટાર બોલર જસપ્રીત બૂમરાહની કમી અનુભવાઈ. જેને ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડે સીરિઝની મહત્ત્વની મેચમાં બૂમરાહને આરામ આપવા પર ભારતીય ટીમની નિંદા કરી અને તેને આરામ આપવા પર સવાલ ઉઠાવ્યા. સ્ટુઅર્ટ બ્રોડે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ Xની એક સીરિઝમાં લખ્યું કે, 'હું મુખ્ય રૂપે ઈંગ્લેન્ડ બાબતે ટ્વીટ કરું છું, પરંતુ ભારતને જોતા એ કહેવું મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ ઘરેલુ મેદાન પર સપાટ પીચો પર અદ્દભુત પ્રદર્શન કરી રહી છે.

એવી ટીમો છે જ્યાં તેમના સ્પિનરોનું કૌશલ્ય કામ આવે છે અને તેઓ બીજી ટીમોને આઉટ કરી દે છે એટલે ટર્ન પીચો પર રમવાથી વિપક્ષી ટીમ વધુ ઉજાગર થાય છે.સ્ટુઅર્ટ બ્રોડે મેચમાં જસપ્રીત બૂમરાહને લઈને પણ ભારતીય ટીમને સવાલ પૂછ્યા. તેણે કહ્યું કે, બૂમરાહને ચોથી મેચમાં આરામ આપવો સમજથી બહાર છે કેમ કે ગત ઇનિંગમાં તેણે 100 ઓવરથી વધુ બોલિંગ કરી.

એ સિવાય ઇંગ્લેન્ડના ખેલાડીએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ચેતેશ્વર પૂજારાને પરત લાવવાની વાત પણ કહી. બ્રોડનું માનવું છે કે પૂજારા આવવાથી સ્થિરતા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લિશ ટીમે પહેલા બેટિંગ કરતા જો રુટની નોટઆઉટ 122 રનોની ઇનિંગની મદદથી 353 રન બનાવ્યા હતા. રુટ સિવાય ઓલી રૉબિન્સને 58 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ બોલરોએ ભારતીય બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા.

જો કે ચોથી મેચની વાત કરીએ તો હવે આ મેચ ભારતીય ટીમની સંપૂર્ણ કાબૂમાં છે. ટીમ ચોથા દિવસે જ જીત મેળવી લે તેવું લાગી રહ્યું છે. જીતવા માટે ભારતને 192 રનની જ જરૂર છે. અશ્વિન અને કુલદીપે બૂમરાહને ઉણપ વર્તાવા નહોતી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp