ધોનીના ફેનને શાળાએ કર્યો સસ્પેન્ડ, ગણિતના દરેક સવાલના જવાબમાં લખ્યું હતું ‘થાલા’
ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના એક ફેનને શાળા પ્રશાસને સસ્પેન્ડ કરી દીધો છે કેમ કે આ વિદ્યાર્થીએ ગણિતના પેપરના દરેક સવાલના જવાબમાં થાલા લખી દીધું હતું. ધોનીને થાલા અને માહી જેવા નામથી બોલાવવામાં આવે છે. ધોનીના ફેન એવું કંઈક કરતા રહે છે કે તેઓ મીડિયામાં ચર્ચા હાંસલ કરે છે. આ વખત વિદ્યાર્થીએ જે શબ્દ થાલાને પસંદ કર્યો છે, તે તામિલ ભાષાનો છે અને તે કોઈ લીડરના સન્માન માટે ઉપયોગ થાય છે.
એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, આ વિદ્યાર્થી ગજોધર છે. જે હવે ચર્ચામાં આવી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગજોધર, ક્રિકેટ અને મહેન્દ્ર સિંહ ધોનીનો દીવાનો છે અને તેને (ધોનીને) ફરી એક વખત રમતો જોવા માગે છે. ધોની ફરી એક વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમી શકે છે, જેને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પોતાની ટીમ માટે પસંદ કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તરફથી ધોની પહેલા પણ રમતો રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનની હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, છતા તેની ફેન ફોલોઇંગમાં કોઈ કમી આવી નથી.
ધોનીના નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. ધોનીએ 39 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. તેણે 15 ઓગસ્ટ 2020ના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. બાઇક અને કારનો શોખિન માહીની કુલ સંપત્તિ 1000 કરોડ કરતા વધુ છે. તેની ગણતરી દુનિયાના અમીર ક્રિકેટર્સમાં થાય છે. મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી બેસ્ટ વિકેટકીપર, ફિનિશર અને મહાન કેપ્ટનોમાં થાય છે.
તેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ICCની ત્રણેય મોટી ટ્રોફી જીતી. જેમાં T20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સને રેકોર્ડ 5 વખત ચેમ્પિયન બનાવી, જ્યારે બે વખત ચેમ્પિયન્સ લીગની ટ્રોફી અપાવી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્ડ સિંહ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023 માટે 12 કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો હતો. ધોનીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેને ભારત માટે 90 ટેસ્ટ, 350 વન-ડે અને 98 T20 મેચ રમી છે, જેમાં ક્રમશઃ 4876, 10,773 અને 1,617 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp