10 મિનિટનો વીડિયો શેર કરી ભારતના લેજેન્ડ ફૂટબોલર સુનિલ છેત્રીએ કરી મોટી જાહેરાત

PC: goal.com

ભારતીય સ્ટાર ફૂટબોલર સુનિલ છેત્રીએ ગુરુવાર 16 મેના રોજ પોતાના ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી સંન્યાસ લેવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. આ જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટથી કરી છે. તેણે જણાવ્યું કે, તે 6 જૂનના રોજ કુવૈત વિરુદ્ધ થનારી ફીફા વર્લ્ડ કપ ક્વાલિફિકેશન મેચ બાદ ફૂટબોલની ફિલ્ડને અલવિદા કહી દેશે. 39 વર્ષીય આ ભારતીય ફૂટબોલરે 12 જૂન 2005ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું અને એ મેચમાં ભારત માટે પોતાનો પહેલો ગોલ પણ કર્યો હતો. સુનિલ છેત્રીએ 20 વર્ષના કરિયરમાં ભારત માટે 145 મેચ રમી છે, જેમાં તેણે 93 ગોલ કર્યા છે.

સુનિલ છેત્રી ભારતનો સર્વકાલીન ટોપ સ્કોરર અને સર્વોચ્ચ કેપ્ડ ખેલાડીના રૂપમાં ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કહેશે. તે એક્ટિવ ખેલાડીઓમાંથી સૌથી વધુ ગોલ કરવા બાબતે લીજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસી બાદ ત્રીજા નંબર પર છે. સુનિલ છેત્રીએ રિટાયરમેન્ટની જાહેરાત કરતાં પોતાની ડેબ્યૂથી લઈને પોતાના આખા કરિયરને યાદ કર્યું. તે આ દરમિયાન ખૂબ ઈમોશનલ પણ નજરે પડ્યો. 9 મિનિટનો આ વીડિયોને ભારતીય કેપ્ટને એમ લખીને પોસ્ટ કર્યો કે હું તમને કંઈક કહેવા માગું છું.. તમે પણ જુઓ આ વીડિયો.

ભારતીય કેપ્ટને પોતાના કરિયરમાં કુલ 6 વખત AIFF પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો. એ સિવાય વર્ષ 2011માં અર્જૂન એવોર્ડ અને વર્ષ 2019માં પદ્મ શ્રી પુરસ્કારથી તેને સન્માનિત કરવામાં આવ્યો. ઇન્ટરનેશનલ મંચ પર સુનિલ છેત્રી AFCમાં ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો હિસ્સો રહ્યો છે. વર્ષ 2008માં ચેલેન્જ કપ, વર્ષ 2011 અને વર્ષ 2015માં SAFF ચેમ્પિયનશીપ, વર્ષ 2007, 2009 અને વર્ષ 2012માં નેહરુ કપ સાથે જ વર્ષ 2017 અને વર્ષ 2018માં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ.

આગામી મહિને સુનિલ છેત્રી અંતિમ ઇન્ટરનેશનલ પર જશે. ભારત વર્તમાનમાં ગ્રુપ-Aમાં બીજા નંબરે છે. FIFA વર્લ્ડ કપ ક્વાલિફાયરમાં 4 પોઇન્ટ્સ સાથે ટોપ પર ચાલી રહેલા કતરથી પાછળ છે. કૂવૈત 3 પોઇન્ટ્સ સાથે ચોથા નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp