ગાવસ્કરે ક્રિક્રેટ જગતના આ દિગ્ગજને ભારત રત્ન આપવાની માગ કરી
પૂર્વ ક્રિક્રેટર સુનીલ ગાવસ્કર ફરી ચર્ચામાં આવી ગયા છે. તેમણે ભારતના મહાન ક્રિક્રેટર અને કેપ્ટન રહી ચૂકેલા ક્રિક્રેટરને ભારત રત્ન આપવાની માંગ કરી દીધી છે.
પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે માંગ કરી છે કે રાહુલ દ્રવિડને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. ગાવસ્કરે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ દ્રવિડને દેશનું સર્વોચ્ચ સન્માન આપવાની અપીલ કરી છે. તેમણે એક અખબારમાં લખેલી પોતાની કોલમમાં દ્રવિડની સિદ્ધિઓના વખાણ કર્યા છે. રમતગમતની દુનિયામાં માત્ર સચિન તેંડુલકરને જ ભારત રત્નનું સન્માન મળેલું છે.
મુંબઇના એક અખબારમાં સુનિલ ગાવસ્કરનો એક લેખ 7 જુલાઇના દિવસે છપાયો છે, જેમાં તેમણે રાહુલ દ્રવિડની ભરપૂર પ્રસંશા લખી છે. ગાવસ્કરે લખ્યું કે, સરકાર રાહુલ દ્રવિડને ભારત રત્નથી સન્માનિત કરે તો તે સારું રહેશે. જે તે ખરેખર છે. દેશના એક મહાન ખેલાડી અને કેપ્ટન તરીકે, તેણે ટીમને વેસ્ટ ઈન્ડિઝમાં સિરિઝ જીતાડી છે. જ્યારે ત્યાં જીતનો ખરેખર કંઈક અર્થ હતો. દ્રવિડ ભારતના ત્રણ કેપ્ટનોમાંથી એક છે, જેના નેતૃત્વમાં ટીમે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચની સિરિઝ જીતી છે. દ્વવિડ પહેલા, નેશનલ ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ અને પછી સીનિયર ટીમના કોચ બનીને પ્રતિભાઓને નિખારવામાં યોગદાન આપ્યું છે.
ગાવસ્કરે દ્વવિડ માટે આગળ લખ્યું છે કે, દ્રવિડની સિદ્ધિઓએ જાતિ, ધર્મ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેકને ખુશ રહેવાની તક આપી છે. નિઃશંકપણે તે દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થવાને પાત્ર છે. આવો આપણે સૌ સાથે મળીને સરકારને અપીલ કરીએ કે તે ભારતના મહાન સપૂતોમાંના એકને આ સન્માન આપે. ગાવસ્કરે લખ્યું કે ભારત રત્ન, રાહુલ શરદ દ્વવિડ. સાંભળવામાં કેટલું સારું લાગે છે.
રાહુલ દ્વવિડની સિદ્ધીઓની વાત કરીએ તો ટેસ્ટ અને વન-ડે મતલબ કે બંને ફોર્મેટમાં દુનિયાના પસંદગીના ખેલાડીઓએ જ 10000 રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ તેમાંથી એક છે. એક ખેલાડી તરીકે ટીમને જ્યારે પણ જરૂર પડી હતી ત્યારે રાહુલ દ્રવિડ સંકટ મોચન બનીને ક્રિઝ પર ઉભો રહેતો હતો. કોચ તરીકે પણ તેણે અનેક સિદ્ધી હાંસલ કરી છે. વર્ષ 2021માં T-20 વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાના કોચ બનેલા દ્વવિડે અઢી વર્ષની અંદર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. અત્યારના લેટેસ્ટની વાત તો બધા કરી જ રહ્યા છે, T-20 વર્લ્ડકપ જીતવાની. આ ઉપરાંત વર્ષ 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને 2023 વન-ડે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા રનર્સ અપ રહી.
સીનિયર ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળતા પહેલાં રાહુલ દ્રવિડે જૂનિયર્સની પ્રતિભાને પણ નિખારી હતી. તેના નેતૃત્વમાં મતલબ કે કોચિંગના કાર્યકાળના વર્ષમાં 2018માં અંડર-19ની ટીમે વર્લ્ડકપ જીતેલો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp