સુનિલ ગાવસ્કરે જણાવ્યું મુંબઇએ રોહિતની જગ્યાએ હાર્દિકને કેમ બનાવ્યો કેપ્ટન
ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે મુંબઈ ઇન્ડિયન્સ (MI) દ્વારા રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, મુંબઈ ઇન્ડિયન્સે આ નિર્ણય ટીમના હિતને જોતા લીધો છે અને આગામી સમયમાં જરૂર ફાયદો મળશે. હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવાયા બાદ પૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ એક્સપર્ટ્સના વિચાર ખૂબ વહેંચાઈ ચૂક્યા છે. તો અનેક લોકોએ હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવા પર હેરાની વ્યક્ત કરી છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે કેશ ડીલ બાદ હાર્દિક પંડ્યાની ઘર વાપસી થઈ છે. તેણે વર્ષ 2015માં મુંબઈ તરફથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ડેબ્યૂ કર્યું હતું. તે 2022 અગાઉ ગુજરાત ટાઈટન્સ સાથે જોડાઈ ગયો હતો. તેણે બે સીઝન સુધી ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી કરી. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સે વર્ષ 2022માં IPL ટ્રોફી જીતી અને વર્ષ 2023માં રનર્સઅપ રહી. તે હવે IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન્સી કરતો નજરે પડશે.
સુનિલ ગાવસ્કરે એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરતા કહ્યું કે, ‘આપણે યોગ્ય અને અયોગ્યના ચક્કરના પડવું ન જોઈએ, પરંતુ તેમણે જે નિર્ણય લીધો છે, તે ટીમના ફાયદા માટે છે. છેલ્લા 2 વર્ષોમાં રોહિત શર્માનું યોગદાન, અહી સુધી કે બેટથી પણ થોડું ઓછું થઈ ગયું. પહેલા તે મોટા ભાગે મોટા સ્કોર બનાવતો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષોમાં એ થયું નહીં. 2 વર્ષ અગાઉ ટીમ 9 કે 10 પર રહી અને ત્યારબાદ પ્લેઓફ માટે પણ ક્વાલિફાઈ ન કરી શકી.’
સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘આપણે રોહિત શર્માનો ચમત્કાર જોતા ચૂકી ગયા, જે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં જોતા આવી રહ્યા હતા. કદાચ, તે સતત ક્રિકેટ રમવાના કારણે થાકી ગયો છે. તે ભારતીય ટીમની કેપ્ટન્સી અને ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવાના કારણે થોડો થાકેલો છે. મને લાગે છે કે ફ્રેન્ચાઇઝીએ હાર્દિકને એ ધ્યાનમાં લઈને કેપ્ટન્સી આપી છે કે તે એક યુવા કેપ્ટન છે, જેણે રિઝલ્ટ આપ્યા છે. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને બે વખત ફાઇનલમાં પહોંચાડી છે અને તેણે વર્ષ 2022માં IPL ટ્રોફી જીતાડી હતી. મને લાગે છે કે આ બધી વાતો પર વિચાર કરતા હાર્દિકને કેપ્તાન બનાવવામાં આવ્યો છે.’
સુનિલ ગાવસ્કરે આગળ કહ્યું કે, ‘ક્યારેક ક્યારેક તમને નવા વિચારની જરૂરિયાત હોય છે. હાર્દિક આ નવા વિચાર સાથે આવ્યો છે. મને લાગે છે કે આ નિર્ણયથી મુંબઈ ઇન્ડિયન્સને ફાયદો થશે. આ નિર્ણયથી તેણે કોઈ નુકસાન નહીં થાય. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માના નેતૃત્વમાં 5 IPL ટ્રોફી જીતી છે. મુંબઇએ અંતિમ IPL ટ્રોફી વર્ષ 2020માં જીતી હતી. મુંબઈ ઇન્ડિયન્સ વર્ષ 2021 અને વર્ષ 2022માં પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ફ્રેન્ચાઇઝી વર્ષ 2022માં પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે 10માં નંબરે રહી હતી. મુંબઇએ IPL 2023માં ક્વાલિફાયર-2 સુધી સફર નક્કી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp