સુનિલ ગાવસ્કરે આ ભારતીય ખેલાડીને ગણાવ્યો બીજો ધોની

PC: bcci

ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 90 રનની ઈનિંગ રમીને ચર્ચામાં આવનારા ધ્રુવ જુરેલના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. ફેન્સ તો તેના વખાણ કરી જ રહ્યા છે, પણ સાથે સાથે પૂર્વ ક્રિકેટરો પણ તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે, જેમાં સુનિલ ગાવસ્કર પણ બાકાત નથી. સુનિલ ગાવસ્કરે તો ધ્રુવ જુરેલની તુલના એમ.એસ.ધોની સાથે પણ કરી દીધી છે. ગાવસ્કરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ યુવાન ખેલાડી ભવિષ્યમાં કેટલીય સદી બનાવશે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ધ્રુવ જુરેલમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈને મને લાગે છે કે બીજો એમ.એસ.ધોની  બનવાનો છે. ભલે તે સદી ચૂકી ગયો હોય, પરંતુ એમાં કોઈ શંકા ન રાખતા કે આ યુવા ખેલાડી પોતાના પ્રેઝન્સ ઓપ માઈન્ડથી કેટલીય સદીઓ લગાવશે.

ગાવસ્કરે અફઘાન ખેલાડીની પણ તુલના કરી હતી ધોની સાથે...

ભારતના દિગ્ગજ કિક્રેટર સુનીલ ગાવસ્કરે અફઘાનિસ્તાની ક્રિક્રેટર રહમાનુલ્લાહ ગુરબાઝની જબરદસ્ત પ્રસંશા કરી છે. ગાવસ્કરે ગુરબાઝની રમવાની સ્ટાઇલની ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધૂંઆંધાર બેસ્ટમેન એમ એસ ધોની સાથે તુલના કરી છે. ગાવસ્કરને ગુરબાઝમાં ધોનીની ઝલક દેખાઇ રહી છે. ગુરબાઝ IPLમાં કોલકાત્તા નાઇટ રાઇડર્સની ટીમ વતી રમે છે.

ટીમ ઇન્ડિયાના એક જમાનાના ઓપનર અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સ્પોર્ટસ ચેનલના કાર્યક્રમમાં આગામી IPL સિઝનમાં KKR ટીમના કોમ્બિનેશન વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન ગાવસ્કરે કહ્યું કે, મેં જે જોયું છે એના આધાર પર મને અફઘાનિસ્તાન ક્રિકેટર ગુરબાઝની બેટિંગ ખાસ્સી પસંદ આવી છે. તે એકદમ આક્રમક રીતે બેટિંગ કરે છે. મને તેનામાં ધોનીની ઝલક જોવા મળી રહી છે અને કદાચ એ જ કારણ છે કે ગુરબાઝ મને ખાસ પસંદ છે.

ગાવસ્કરે આગળ કહ્યુ કે, ગુરબાઝ એક શાનધાર ખેલાડી તો છે જ પરંતુ સાથે સાથે તે એક દયાળુ વ્યક્તિ પણ છે. ગાવસ્કરે કહ્યુ કે જ્યારે અમદાવાદમાં વર્લ્ડકપ પુરો થયો ત્યારે મોડી રાત્રે ફુટપાથ પર સુતેલા લોકોને પૈસાની મદદ કરતો નજરે પડ્યો હતો. એટલા માટે પણ મારા માટે ગુરબાઝે ટીમમાં હોવું જોઇએ.

ગુરબાઝે ગયા મહિનામાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પોતાની રમતને શ્રેષ્ઠ બનાવવા માટે ધોની અને કોહલીની રમતમાંથી શિખતો રહે છે.

તેણે કહ્યું હતું કે,હું હંમેશા વિરાટ અને ધોની સાથે મારા ક્રિકેટને કેવી રીતે સુધારવું તે વિશે વાત કરું છું. મારા મગજમાં ઘણી બધી બાબતો છે અને મારે તેના પર કામ કરવાનું છે. હું વિરાટ સાથે મારી ક્રિકેટની જર્ની અને મારે કેવી રીતે આગળ વધવું જોઈએ તે વિશે વાત કરી રહ્યો હતો.

રહમાનુલ્લાહ ગુરબાઝના ક્રિકેટ કેરીઅરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 37 વન-ડે રમી છે. જેમાં તેણે 34.6ની એવરેજથી કુલ 1247 રન બનાવ્યા છે. જેમાં 5 સદી પણ સામેલ છે.

ગુરબાઝે અફઘાનિસ્તાન માટે 49 T-20 રમી છે. જેમાં તેણે 25.9ની એવરેજતી કુલ 1271 રન બનાવ્યા છે. જેમાં એક સદી સામેલ છે. આ ઉપરાંત ગુરબાઝ 11 IPL મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 20.6ની એવરેજથી 227 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp