ગાવસ્કરે વિરાટને કહ્યું- મારા અને કુકના ક્લબમાં સામેલ થવું હોય તો...

PC: sports.ndtv.com

ભારતીય કર ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સામે એક મોટી ડિમાન્ડ કરી દીધી છે. સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીને કહ્યું કે, તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં સદી લગાવીને તેમના અને પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકના ક્લબમાં સામેલ થઈ જાય. આ વર્ષના અંતમાં ભારતીય ટીમે 5 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે.

એક કાર્યક્રમમાં સુનિલ ગાવસ્કરે કહ્યું કે, વ્યક્તિગત સ્તર પર, મારી ઈચ્છા કદાચ વિરાટ કોહલી માટે એ છે કે તે પણ ઓસ્ટ્રેલિયાના મેદાનો પર ટેસ્ટ સદી બનાવનારો ત્રીજો ખેલાડી બને. મને લાગે છે કે, ગાબામાં તેની પાસે એક પણ સદી નથી, એટલે તે ગાબામાં સદી બનાવે છે, તો તેનો અર્થ છે કે તે મારા અને એલિસ્ટર કુકની શ્રેણીમાં સામેલ થઈ જશે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં 6 ટેસ્ટ સદી બનાવી છે, જે સચિન તેંદુલકર સાથે કોઈ ભારતીય દ્વારા સંયુક્ત રૂપે સર્વોચ્ચ અને કોઈ વિદેશી બેટ્સમેન દ્વારા સંયુક્ત રૂપે ત્રીજા નંબરે છે.

જો કે, તેણે બ્રિસબેનના ગાબામાં કોઈ સદી બનાવી નથી. છેલ્લી વખત જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને નવેમ્બર 1988 હરાવી હતી, ત્યારબાદથી આ સ્ટેડિયમમાં જીત હાંસલ કરનારી પહેલી વિદેશી ટીમ બની હતી. ત્યારે પણ તે આ મેદાન પર ઉપસ્થિત નહોતો. વિરાટ કોહલી સીરિઝમાં માત્ર એક મેચ રમી હતી, જેમાં ભારતીય ટીમ હારી ગઈ હતી. તે પોતાની દીકરીના જન્મ માટે ભારત પાછો આવતો રહ્યો હતો. કોહલીના ગયા બાદ અજિંક્ય રહાણેની આગેવાનીમાં ભારતીય ટીમે 2-1થી સીરિઝ જીતી, જે ઓસ્ટ્રેલિયામાં તેની સતત બીજી ટેસ્ટ સીરિઝ જીતી હતી.

સુનિલ ગાવસ્કર એમ કરનારા પહેલા વિદેશી બેટ્સમેન છે. તેમણે વર્ષ 1986માં સિડની ટેસ્ટમાં 172 રનની ઇનિંગ રમી હતી અને આ સીરિઝની એડિલેડ ટેસ્ટમાં તેમણે 166 રન બનાવ્યા. જ્યારે વર્ષ 1981ના ટૂરમાં ગાવસ્કરે મેલબર્નના મેદાન પર 118 રન બનાવ્યા. વર્ષ 1977ના ટૂરમાં તેમણે પર્થમાં 127 અને ગાબામાં 113 રન બનાવ્યા હતા. જ્યારે કુકે વર્ષ 2010માં એડિલેડમાં 148, મેલબર્નમાં વર્ષ વર્ષ 2017માં 244 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.

વર્ષ 2006માં તેમણે પર્થમાં 116, વર્ષ 2010માં ગાબામાં 235 નોટ આઉટ અને 2011માં સિડનીમાં 189 રનની ઇનિંગ રમી હતી.  તો વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે એડિલેડમાં 3, પર્થમાં 2 જ્યારે સિડનીમાં 1 બનાવી રાખી છે. આશા છે કે આ પ્રવાસમાં તે ગાવસ્કરની ઈચ્છા પૂરી કરતા ગાબામાં પણ સદી મારી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp