સુનીલ નરેનની લવ સ્ટોરી: ભારતીય મૂળની મહિલા સાથે છૂટાછેડા બાદ બિઝનેસવુમન સાથે...

PC: BCCI

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ સનારાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ટીમ લીગ રાઉન્ડમાં ટોપ પર રહી અને ત્યારબાદ ક્વાલિફાયર અને ફાઇનલ પણ એકતરફી જીતી લીધી. કોલકાતાની સફળતાનો ઘણો શ્રેય ઓલરાઉન્ડર સુનિલ નરેનને જાય છે. આખી સીઝનમાં સુનિલ નરેનના ઓલરાઉન્ડ પ્રદર્શને ફેન્સનું દિલ જીત્યું. લાખોનું દિલ જીતનારે 2 વખત પોતાનું દિલ લૂંટાવ્યું અને લગ્ન કર્યા. જાણો રોમાંચ કિંગ શાહરુખ ખાનની ટીમના ઓલરાઉન્ડરની લવ સ્ટોરી.

નંદિતા સાથે 2013માં કર્યા હતા લગ્ન:

સુનિલ નરેને 2 વખત લગ્ન કર્યા છે. તેણે સૌથી પહેલા વર્ષ 2013માં નંદિતા કુમાર સાથે લગ્ન કર્યા હતા. નંદિતા ભારતીય મૂળની હતી, પરંતુ તેનો પરિવાર લાંબા સમયથી ત્રિનિદાદમાં રહેતો હતો. હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા. નંદિયા વ્યવસાયે નેલ આર્ટિસ્ટ હતી. બંનેના સંબંધ કેટલાક સમય સુધી ચાલ્યા, પરંતુ ત્યારબાદ છૂટાછેડા થઈ ગયા. આ છૂટાછેડા ક્યારે અને કેવી રીતે થયા એ બાબતે કોઈ સ્પષ્ટ જાણકારી નથી.

તેઓ થોડા સમય સુધી એક બીજા સાથે તસવીરો શેર કરતા રહ્યા, પરંતુ થોડા સમય બાદ આ સિલસિલો બંધ થઈ ગયો. જો કે, વર્ષ 2020માં જ્યારે સુનિલે અંજેલિયા સાથે તસવીરો શેર કરવાની શરૂઆત કરી તો બધુ સ્પષ્ટ થઈ ગયું કે હવે પહેલી પત્ની નંદિતા સાથે નથી. સુનિલ અને અંજેલિયાની લવ સ્ટોરી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ એ પણ સ્પષ્ટ નથી. અંજેલિયા ત્રિનિદાદમાં ખૂબ લોકપ્રિય છે. એ બિઝનેસ વુમન છે જે ‘ધ ફેશન અટેલિયર’ના નામથી પોતાની ક્લોધિંગ બ્રાન્ડ ચાલે છે.

આ ફેશન ડિઝાઇનર સાથે સુનિલ નરેનના લગ્ન થયા છે કે નહીં એ પણ સ્પષ્ટ નથી. જો કે, બંને એક પુત્રના માતા-પિતા છે. નરેનના પુત્રનો જન્મ 2021માં થયો હતો. નંદિતા દરેક મોટી મેચમાં પતિને ચીયર કરવા પહોંચે છે. અંજેલિયાના અકાઉન્ટ પર ટીમ માલિક શાહરુખ ખાન સાથે પણ તસવીરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp