સનરાઇઝર્સ હૈદરાબાદના ક્લાસેનને ભીડે ઘેરી લીધા,સેલ્ફી લેવા પડાપડી, જુઓ Video

PC: twitter.com

IPL 2024માં રમી રહેલી સનરાઇઝર્સ હેદ્રાબાદ (SRH)ની ટીમના ધૂંઆધાર બેસ્ટમેન અને વિકેટ કીપર હેનરિક ક્લાસેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો ક્યાંનો છે તે વિગત સામે આવી નથી, પરંતુ ક્લાસેન પ્રસંશકોથી ઘેરાયેલો છે અને લોકો તેની સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. આ વીડિયોમાં SRHના જયદેવ ઉનડકટમાં પણ સાથે જોવા મળી રહ્યા છે. જો કે લોકોના જબરદસ્ત ક્રેઝને કારણે ક્લાસેન માટે મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. કારણકે ભીડે તેને રીતસરનો ઘેરી લીધો હતો. હવે યૂઝર્સ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર બેટ્સમેન હેનરિક ક્લાસેન IPL 2024માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 189.32ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનાર ક્લાસેનના નામે સૌથી વધુ સિક્સર પણ છે. સોશિયલ મીડિયાથી લઈને ક્રિક્રેટ મેદાન સુધી ક્લાસેનને લઈને ચાહકોમાં અદભૂત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે, દર્શકોનો આ ક્રેઝ ક્લાસેન માટે મુશ્કેલી પણ ઉભી કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ક્લાસેન ભીડથી ઘેરાયેલો જોવા મળે છે. આ દરમિયાન તેની સાથે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પણ જોવા મળી રહ્યો છે. તેને જોઈને લાગે છે કે આ વીડિયો કોઈ મોલનો છે. બેકાબૂ ભીડ વચ્ચે ક્લાસેન ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યો છે.લોકો ક્લાસેન ક્લાસેનના નામની બૂમો પાડી રહ્યા છે અને જબરદસ્તી સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યા પછી ક્લાસેનના ચાહકોએ સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તો કેટલાંક ચાહકોએ SRH ફ્રેન્ચાઇઝી જ સામે જ સવાલ ઉભા કરી દીધા છે. એક યૂઝરે લખ્યુ કે આ એક ખરાબ સપના જેવું લાગી રહ્યું છે. તો એક યૂઝરે લખ્યુ કે આ સૌથી ખરાબ મેનેજેમેન્ટ છે, ખેલાડીઓને સુરક્ષા નથી મળતી.

 

ક્લાસેનની બેટિંગ વિશે વાત કરીએ તો તે સમગ્ર સિઝનમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ક્લાસેને 10 મેચમાં 48.14ની એવરેજથી કુલ 337 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 189.33 છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનના નામે આ સિઝનમાં ત્રણ અર્ધ સદી પણ છે. સનરાઇઝર્સની ટીમે 10માંથી છ મેચ જીતી છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ટીમને હજુ પણ ઓછામાં ઓછી બે મેચ જીતવી જરૂરી છે. અને આ માટે ક્લાસેનનું ફોર્મમાં રહેવું ખૂબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp