જીત પહેલા સેલિબ્રેટ કરવા લાગ્યો સુપરબાઈક રેસર, પાછળથી બીજાએ મારી બાજી, જુઓ Video

PC: newsbust.in

આપણે બધાએ સસલા અને કાચબાની વાર્તા સંભાળી જ છે ખરું ને! જેમાં સસલા અને કાચબાની સ્પર્ધા યોજાય છે. રેસમાં સસલું ખૂબ આગળ નીકળી જાય છે અને રેસ તો હું જ જીતવાનો છું એ બ્રહ્મમાં રહીને સસલું આરામ કરવા બેસી પડે છે ત્યાં તો તેને ઊંઘ ચઢી જાય છે અને કાચબો ધીરે ધીરે કરીને રેસ જીતી જાય છે. આમ તો બાઈક રેસમાં કાચબા જેવી ચાલ ક્યારેય નથી હોતી, પરંતુ એક એવી જ ઘટના બની છે બ્રાઝિલમાં. અહીં સસલાની જેમ બ્રહ્મમાં રહીને એક બાઈક રેસર જીત પહેલા જ સેલિબ્રેશન કરવા લાગે છે અને તેને પાછળના બાઈક સવારો કાઢીને જતા રહે છે.

બ્રાઝિલમાં એક સુપરબાઈક રેસર જીત પહેલા જ સેલિબ્રેટ કરવા લાગી ગયો. બાઈક પરથી હાથ છોડીને જીતનો પોઝ આપવા લાગ્યો અને છેલ્લે તે પહેલા નંબરની જગ્યાએ તે ત્રીજા નંબર પર રહ્યો. Ladbibleની ખબર અનુસાર, આન્દ્રે વેરિસિમો ગોઆના શહેરમાં ઓટોડ્રામો ઇન્ટરનેશનલ એર્ટન સેનામાં પહેલા નંબરે આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

જેવો જ તે સેલિબ્રેટ કરવા ફરીને જોયું કે પાછળથી બે સ્પર્ધકો આવી રહ્યા હતા. છેલ્લા મોડ પર આવ્યા બાદ સુપરબાઈક રેસરે બાઇક પરથી હાથ છોડી દીધા અને સેલિબ્રેશન કરવા લાગ્યો. દુર્ભાગ્યથી તેણે આમ જીત પહેલા જ કરી દીધું.

 
 
 
View this post on Instagram

A post shared by André Verissimo #9 (@verissimoandre)

આન્દ્રે વેરિસિમો પોતાના વિરોધીઓ ઓસ્વાલ્દો ફિલ્હો અને માર્સેલો સ્કાફ વચ્ચે અંતર કવર કરવામાં નિષ્ફળ રહ્યો. જે સમયે તે સેલિબ્રેટ કરી રહ્યો હતો, એ સમયે બંનેએ તેને પાછળ છોડી દીધો. બંને ખેલાડી પહેલા અને બીજા નંબરે રહ્યા અને આન્દ્રે વેરિસિમોએ ત્રીજા નંબરથી સંતોષ માનવો પડ્યો. સ્કાઈ ન્યૂઝ અનુસાર, તેણે કહ્યું કે મેં બાઈક ફાસ્ટ ચલાવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાઈક ત્રીજા ગેર પર હતી. તેને બંનેએ જલદી જ પાછળ છોડી દીધો. આ ઘટનાની ફૂટેજ વ્યાપક રૂપે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. બાઈક રેસર પર ઘણાં ફની જોક્સ અને મજાનાં રિએક્શન આપી રહ્યા છે.

ચેમ્પિયનની આઠમી અને છેલ્લી રેસમાં આ ગરબડી થઈ અને જ્યારે આન્દ્રે વેરિસિમો રેસ હારી ગયો, તો તેને EVO શ્રેણીમાં સમગ્ર ચેમ્પિયન વિજેતાનું નામ આપવામાં આવ્યું. તેણે કહ્યું કે, ‘દિવસના અંતમાં, દરેક ખુશ થઈને ઘરે ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp