ધોનીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, IPS અધિકારીની સજા પર વચગાળાનો સ્ટે
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અરજી પર મદ્રાસ હાઈકોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્ત IPS અધિકારી G. સંપત કુમારને 15 દિવસની જેલની સજા સંભળાવી હતી. હવે સુપ્રીમ કોર્ટે સોમવારે (5 ફેબ્રુઆરી) મદ્રાસ હાઈકોર્ટના તે નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે.
જસ્ટિસ અભય S. ઓકા અને ઉજ્જલ ભુઇયાંની બેંચે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપતા IPS અધિકારી સંપત કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ પણ બહાર પાડી હતી. કેસની આગામી સુનાવણી 8મી માર્ચે થશે. વર્ષ 2022માં, ધોનીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ IPS અધિકારી G. સંપત કુમાર વિરુદ્ધ તિરસ્કારનો કેસ (કોર્ટ કેસની અવમાનના) દાખલ કર્યો હતો.
ધોનીએ સંપત કુમાર સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે, સંપત કુમારે જાણીજોઈને હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટને બદનામ કરવાનો અને તેની સત્તાને ક્ષીણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મદ્રાસ હાઈકોર્ટે પૂર્વ IPS અધિકારીને આદેશ સામે અપીલ દાખલ કરવાની મંજૂરી આપવા માટે 15 દિવસની સજાને ત્રીસ દિવસ માટે રોકી રાખી હતી. ત્યારપછી સંપત કુમારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ધોનીએ 2014માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સટ્ટાબાજીમાં તેનું નામ દર્શાવવા બદલ દાખલ કરવામાં આવેલા બદનક્ષીના દાવાના જવાબમાં દાખલ કરેલા તેના કાઉન્ટર એફિડેવિટમાં સંપત કુમારને ન્યાયતંત્ર સામેની તેમની ટિપ્પણીઓ બદલ સજા કરવાની માંગ કરી હતી, જેમાં 100 કરોડ રૂપિયાના વળતરની પણ માંગણી કરી હતી.
હકીકતમાં આ સમગ્ર મામલો IPL મેચ ફિક્સિંગ સાથે જોડાયેલો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 2013માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચોમાં સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગમાં સામેલ હોવાનો દાવો કરતા કથિત રીતે દૂષિત નિવેદનોને લઈને હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
ધોનીના નામે 3 ICC ટ્રોફી છે (2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી), તે આવું કરનાર એકમાત્ર કેપ્ટન છે. આ ઉપરાંત તેના નામે 5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડમાં તે રોહિત શર્મા સાથે સંયુક્ત દાવેદાર છે. ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 60 ટેસ્ટ, 200 વનડે અને 72 T-20માં વિકેટ કીપિંગ કરી છે. તેની પાસે આ રેકોર્ડ અલગ-અલગ ફોર્મેટમાં છે. એક વનડે મેચમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ રન (અણનમ 183) બનાવવાનો રેકોર્ડ ધોનીના નામે છે. આ રેકોર્ડ 31 ઓક્ટોબર 2005ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમતી વખતે બન્યો હતો.
ધોનીએ Test+ ODI+ T20 ઇન્ટરનેશનલ સહિત કુલ 332 મેચોમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી. જે કેપ્ટન તરીકે સૌથી વધુ છે. રિકી પોન્ટિંગે 324 મેચમાં ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી હતી. આ 332 મેચોમાંથી ધોનીએ 178 મેચ જીતી અને 120માં હારનો સામનો કરવો પડ્યો. 6 મેચ ટાઈ અને 15 ડ્રો રહી હતી. માહીએ ટીમ ઈન્ડિયા માટે 90 ટેસ્ટમાં 4876 રન, 350 વનડેમાં 10773 રન અને 98 T20માં 1617 રન બનાવ્યા છે. તેણે 250 IPL મેચમાં 5082 રન બનાવ્યા છે. જેમાં 142 કેચ અને 42 સ્ટમ્પ પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp