રૈનાને સારી ન લાગી ધોનીની આ વાત, કહ્યુ-સચિન સેન્ચુરી બનાવ્યા પહેલા આ કામ કરતા
ભારતનો પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના આ દિવસોમાં કેટલાક જૂના કિસ્સાઓને લઈને લાઇમલાઇટ મેળવી રહ્યો છે. આ દરમિયાન તેનું થોડા દિવસ પહેલાનું એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તે મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંદુલકર સાથે જોડાયેલી કેટલીક વાતો કહી રહ્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે તેને ધોનીની કઈ વસ્તુ સારી લગતી નથી. આ વીડિયો છે રેડિયો જોકી રોનક દ્વારા સુરેશ રૈનાના સવાલનો જવાબ. આ વીડિયોને 1 ડિસેમ્બર 2021ના રોજ RJએ પોતાની પર્સનલ યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.
આ વીડિયો ’13 જવાબ નહીં’ સીરિઝનો બીજો ભાગ છે. તેમાં રેડિયો જોકી દ્વારા સુરેશ રૈનાને ઘણા સવાલ પૂછવામાં આવે છે જેનો ક્રિકેટર દ્વારા મજાકિયા અંદાજમાં જવાબ આપવામાં આવે છે. આ દરમિયાન એક સવાલ હતો મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો. સુરેશ રૈનાને મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ નજીકનો માનવામાં આવે છે. આ બંને ખેલાડીઓએ ઘણી બધી ક્રિકેટ એક સાથે પણ રમી છે. એટલું જ નહીં ગત વર્ષે એટલે કે વર્ષ 2020મા બંને ખેલાડીઓએ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
રેડિયો જોકીએ સુરેશ રૈનાને પૂછ્યું કે તમને મહેન્દ્ર સિંહ ધોનીની કઈ વસ્તુ સારી નથી લાગતી? તેણે હાજર જવાબ આપતા કહ્યું કે તેણે મારો ફોન ઉપડ્યો નહોતો એ જ વાત સારી ન લાગી. એ સિવાય સુરેશ રૈનાએ સચિન તેંદુલકર સાથે જોડાયેલી ઘટના પણ આ વીડિયોમાં શેર કર્યો છે. સુરેશ રૈનાએ સચિન તેંદુલકર સાથે જોડાયેલા એક કિસ્સાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સચિન પાજીને બપ્પી દાનું એક સોંગ ‘યાદ આ રહા હૈ’ ખૂબ પસંદ છે. મોટા ભાગે તેઓ ડ્રેસિંગ રૂમમાં પણ આ સોંગ સાંભળતા હતા. ઘણી વખત તેઓ સેન્ચુરી લગાવ્યા પહેલા આ સોંગ સાંભળીને જતા હતા.
એવું ઘણી વખત થયું કે જ્યારે તેઓ સોંગ સાંભળીને ગયા અને તેમણે સેન્ચુરી પણ લગાવી છે. એ સિવાય સુરેશ રૈનાએ કહ્યું કે જ્યારે તેણે ટેસ્ટ ડેબ્યૂમાં સેન્ચુરી લગાવી હતી.
બંને ખેલાડીઓ ભારતીય ટીમ સિવાય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે પણ ઘણા સમય સુધી ક્રિકેટ રમી છે. જોકે IPL 2022 માટે તેને ચેન્નાઈ સુપર કિંગ્સે રિટેઇન કર્યો નથી.
એ સમયે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે તેને ટ્રીટ પણ આપી હતી. ડાબા હાથના બેટ્સમેને પોતાની ઓટોબાયોગ્રાફી બિલિવમાં પણ સચિન તેંદુલકર બાબતે પહેલી લાઇનથી ઉલ્લેખ કર્યો છે. સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોનીની સંન્યાસની જાહેરાતના થોડા સમય બાદ 15 ઑગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp