રૈનાને પસંદ ન આવ્યો રોહિત-વિરાટનો આરામ, દુલિપ ટ્રોફીને લઈને કહી દીધી આ વાત
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ‘દેશના 2 મોટા બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આગામી મહિને શરૂ થઈ રહેલી દુલિપ ટ્રોફીમાં રમવું જોઈતું હતું. એવા સમાચાર હતા કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલિપ ટ્રોફીમાં રમી શકે છે જેથી તેઓ પોતાની જાતને આગામી ટેસ્ટ સીરિઝો માટે તૈયાર કરી શકે. જો કે, હવે દુલિપ ટ્રોફી માટે 4 ટીમોની જાહેરાત તો થઈ, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ કોઈ ટીમમાં નથી.
ત્યારબાદ પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર અને સંજય માંજરેકરે પણ કહ્યું હતું કે આ બંનેએ દુલિપ ટ્રોફીમાં રમવું જોઈતું હતું. સુરેશ રૈનાનું આ દિગ્ગજોથી સહમત છે. સુરેશ રૈનાએ કહ્યું કે, ભારતે લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમી નથી અને એવામાં જો રોહિત શર્મા અને વિરાટ કોહલી દુલિપ ટ્રોફી રમી લેતા તો તેમને મદદ મળતી. સુરેશ રૈનાએ એક સ્પોર્ટ્સ તક સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘હા, આ બંનેએ રમવું જોઈતું હતું. તમે જાણો છો કે ભારતે IPL સમાપ્ત થયા બાદ લાલ બૉલથી ક્રિકેટ રમી નથી.
સુરેશ રૈનાએ વધુમાં કહ્યું કે, આપણે એક મહત્ત્વની સીરિઝ તરફ વધી રહ્યા છીએ. ખેલાડીઓએ 4 દિવસની મેચ રમવી જોઈએ અને આ વાતને આદી હોવું જોઈએ કે વિકેટ ચોથા દિવસે કઇ રીતે રમશે. મને લાગે છે તેઓ ખૂબ મેચ્યોર છે અને જ્યારે 4-5 દિવસો માટે રમશે, પ્રેક્ટિસ શરૂ કરશે તો લયમાં આવી જશે. ઘણી વખત પરિવારનો સમય પણ ખૂબ મહત્ત્વનો હોય છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે તેઓ કાનપુરમાં રમશે, જ્યાં ઓક્ટોબરમાં વિકેટ સખત હશે અને વધુ સ્પિન નહીં થાય કેમ કે ઝાકળ હશે.
રૈનાએ કહ્યું કે, મેદાન ગંગા નદીની પાસે છે અને એટલે સવારે ઠંડી હશે. ભારતીય ટીમ ખૂબ મજબૂત છે. જો કે, આપણે બાંગ્લાદેશને હલ્કામાં નહીં લઈ શકીએ કેમ કે તેણે હાલમાં જ રાવલપિંડીમાં પહેલી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું. આશા છે કે આપણને કંઈક સારી ક્રિકેટ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. પહેલી મેચ ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં રમાશે. થોડા દિવસમાં આ સીરિઝ માટે ટીમની જાહેરાત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp