પકડી લેત મુંબઈ ઇન્ડિયન્સનો ઝંડો, જો રોહિત શર્મા.., સુરેશ રૈનાનો વીડિયો વાયરલ

PC: crictoday.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નું ઓક્શન થઈ ચૂક્યું છે અને હવે 10 ફ્રેન્ચાઇઝીની ટીમ તૈયાર થઈ ચૂકી છે. IPL ઓક્શન અગાઉ મોક ઓક્શન થયું હતું, જેમાં સુરેશ રૈનાએ પણ હિસ્સો લીધો હતો. મોક ઓક્શનમાં જ્યારે સુરેશ રૈનાને મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી બોલી લગાવવા કહ્યું તો તેણે એવો જવાબ આપ્યો, જે વાયરલ થઈ ગયો. સુરેશ રૈનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. સુરેશ રૈનાએ કહ્યું કે, જો મુંબઈ ઇન્ડિયન્સનો ઝંડો પકડી લેતો, જ્યારે રોહિત શર્મા ટીમનો કેપ્ટન બનેલો રહેતો.

IPL ઓક્શન 2024ના થોડા દિવસ જ રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો હતો. તેને લઈને ખૂબ વિવાદ પણ થયો. મુંબઈ ઇન્ડિયન્સના આ નિર્ણય બાદ એવા સમાચાર આવવા લાગ્યા કે રોહિત શર્મા IPL 2024માં કોઈ બીજી ટીમ માટે રમી શકે છે. IPL ઓક્શન 2024 બાદ ખેલાડીઓને ટ્રેડ કરવાનો વિન્ડો ખોલી દેવામાં આવ્યો છે અને મીડિયામાં એવા સમાચાર આવ્યા કે રોહિત કોઈ બીજી ટીમ માટે રમતો નજરે પડી શકે છે.

હાર્દિક પંડ્યા વર્ષ 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી ટીમનો જ હિસ્સો હતો. IPL 2022 અગાઉ મેગા ઓક્શન થયું હતું, જેમાં હાર્દિક પંડ્યાને રીલિઝ કરી દીધો હતો. હાર્દિક પંડ્યાને ત્યારબાદ ગુજરાત ટાઈટન્સ (GT)એ કેપ્ટન બનાવી દીધો હતો. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઈટન્સે IPL 2022ની ટ્રોફી જીતી અને પછી IPL 2023માં ગુજરાત ટાઈટન્સ ઉપવિજેતા રહી હતી. પાર્થિવ પટેલે જ્યારે સુરેશ રૈનાને મુંબઈ ઇન્ડિયન્સનું રેજ બાર પકડાવ્યું તો સુરેશ રૈનાએ કહ્યું કે, હું તેને પકડી લેતો, જો રોહિત શર્મા ટીમનો કેપ્ટન હોત.

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સે 5 IPL ટ્રોફી પોતાના નામે કરી છે. એવામાં રોહિત શર્માને કેપ્ટન્સીમાંથી અચાનક હટાવવાના નિર્ણયથી મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ જરાય ખુશ નથી. થોડા દિવસ અગાઉ આ મામલે ફેન્સમાં ગુસ્સો જોવા મળ્યા હતા, જેમાં મુંબઈ ઇન્ડિયન્સની જર્સી, કેપ અને ઝંડો સલાવવામાં આવી રહ્યા હતા. જેના વીડિયો પણ વાયરલ થયા હતા. તો તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ ફોલોઅર્સ ઘટી ગયા છે. IPL 2024 ઓક્શન અગાઉ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે હાર્દિકને લઈને ફૂલ કેશ ડીલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp