તિલક વર્મા માટે સૂર્યકુમાર યાદવ આપશે મોટો ભોગ

PC: BCCI

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં 2-1થી લીડ લઇ લીધી છે. સેન્ચુરિયનમાં રમાયેલી શ્રેણીની ત્રીજી T20I મેચ ટીમે 11 રને જીતી લીધી હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી. મેચ પછી કેપ્ટન સૂર્યાએ બ્રોડકાસ્ટર્સ સાથે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

ટીમના અભિગમ પર બોલતા સૂર્યાએ કહ્યું, 'હું ખૂબ જ ખુશ છું. જેમ કે અમે ટીમ મીટિંગમાં વાત કરી હતી, અમે જે પ્રકારની રમત રમવા માંગતા હતા. એ જ રીતે રમ્યા. અમે યુવાનોને આ જ રીતે રમવાનું કહીએ છીએ. એ જ વસ્તુ કે જે તમે નેટમાં કરી રહ્યા છો, તમારી ફ્રેન્ચાઇઝી માટે કરી રહ્યા છો અને તમારા રાજ્ય માટે કરી રહ્યા છો. પરંતુ તેવી થોડી ઇનિંગ્સ ચૂકી જવાય તો પણ તે પોતાના ઇરાદા અને રમતને સમર્થન આપે છે.'

સૂર્યાને પૂછવામાં આવ્યું કે શું આ જ T20 રમવાની રીત છે. તો તેણે કહ્યું, 'તમે આ કહી શકો છો, કારણ કે આક્રમકતા અને ઉદ્દેશ્ય ફક્ત વાત કરવા માટે જ નથી. જો તમે આગળ વધીને સિંગલ લો છો, તો આ પણ એક ઈરાદો છે. આ લોકોને આ રીતે બેટિંગ કરતા જોઈને લાગે છે કે, અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેનાથી મારું કામ પણ સરળ બની જાય છે.'

તિલક વર્માના વખાણ કરતી વખતે સૂર્યાએ ટીમની એનર્જીની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, 'દરેકની એનર્જી અને ઈરાદો સારો હતો. ફિલ્ડિંગમાં પણ આવું જ જોવા મળ્યું હતું. પ્રથમ વખત અમે ઓવર રેટમાં છ કે સાત મિનિટ આગળ હતા અને તિલક વર્મા વિશે હું શું કહી શકું. છેલ્લી મેચમાં તે મારી પાસે આવ્યો અને પૂછ્યું કે, શું તે ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. મેં કહ્યું કે, જા આજે તારો દિવસ છે અને તમારી રમતની મજા માણો. હું જાણતો હતો કે તે શું કરી શકે છે અને હું તેના માટે ખૂબ જ ખુશ છું. આગળ હવે પછી પણ તે નિશ્ચિતપણે ત્રીજા નંબર પર બેટિંગ કરશે. તેણે તે માંગ્યું અને પછી તેણે કરીને બતાવ્યું. તેના પરિવાર માટે ખૂબ જ ખુશ છું.'

અહીં તમને જણાવી દઈએ કે, સૂર્યા આ સીરીઝમાં સતત ત્રીજી વખત ટોસ હારી ગયો હતો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. સંજુ સેમસન પહેલી જ ઓવરમાં બોલ્ડ થયો હતો. તેનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. પ્રથમ મેચમાં સદી ફટકાર્યા પછી સંજુ સતત બે વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો છે. આ પછી અભિષેક શર્માએ તિલક સાથે મળીને સદીની ભાગીદારી કરી હતી. અભિષેક 107ના કુલ સ્કોર પર 50 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે તિલક 56 બોલમાં 107 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ભારતે તેની 20 ઓવરમાં 219 રન બનાવ્યા હતા.

જવાબમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ ખુબ જ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ વીસ ઓવરમાં 208 રન જ બનાવી શક્યા હતા. માર્કો જેન્સને ટીમ માટે 17 બોલમાં 54 રન જોડ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રન બનાવ્યા હતા. શ્રેણીની છેલ્લી મેચ 15 નવેમ્બર, શુક્રવારે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp