રિંકુ-સૂર્યાની બોલિંગે કરાવી મેચ ટાઇ, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને સીરિઝ જીતી
સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ધમાલ મચાવી દીધી. ટીમે શ્રીલંકાને તેના જ ઘરમાં 3 મેચોની T20 સીરિઝમાં ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચી દીધો છે. પલ્લેકલમાં મંગળવાર (30 જુલાઇ)એ જોવા મળ્યું કે છેલ્લી મેચ ખૂબ રોમાંચક રહી. આ મેચ થઇ. ત્યારબાદ સુપર ઓવરમાં ભારતીય ટીમે જીત મેળવી. ભારતીય ટીમે સીરિઝની પહેલી મેચ 43 રનથી જીતી હતી. ત્યારબાદ બીજી મેચ 7 વિકેટે પોતાના નામે કરીને સીરિઝ પર કબજો કર્યો. હવે ત્રીજી મેચ પણ જીતીને ક્લીન સ્વીપ કરી દીધી છે. ત્રીજી મેચની સુપર ઓવરમાં ભારતીય ટીમને 3 રનનો ટારગેટ મળ્યો હતો. સૂર્યા મહિશ તિક્ષ્ણાના પહેલા બૉલ પર ચોગ્ગો લગાવીને મેચ પોતાના નામે કરી.
ભારત માટે વૉશિંગટન સુંદરે સુપર ઓવર કરી હતી. તેણે પહેલો બૉલ વાઇડ ફેક્યો, ત્યારબાદ બીજા બૉલ પર કુસલ મેન્ડિસે 1 રન લીધો. ત્રીજા બૉલ પર કુસલ પરેરા કેચ આઉટ થયો અને ચોથા બૉલ પર કુસલ મેન્ડિસ કેચ આઉટ થઇ ગયો. સીરિઝની છેલ્લી મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 137 રનનો ટારગેટ સેટ કર્યો હતો. જવાબમાં શ્રીલંકન ટીમે પણ 8 વિકેટ ગુમાવીને 137 રન જ બનાવ્યા અને આ મેચ ટાઇ કરી દીધી. ટીમ માટે કુસલ પરેરાએ 46 અને કુસલ મેન્ડિસે 43 રનની ઇનિંગ રમી.
જ્યારે પથુમ નિસંકાએ 26 રન બનાવ્યા. એ સિવાય બાકી બેટ્સમેન આવતા અને જતા રહ્યા. જ્યારે ભારતીય ટીમ માટે 19મી ઓવર રિંકુ સિંહે કરી, જેમાં તેના 2 વિકેટ લીધી. પછી છેલ્લી ઓવરમાં જ્યારે શ્રીલંકાને 6 રન જોઇતા હતા, તો સૂર્યકુમાર બોલિંગ કરવા આવ્યો. તેણે આ ઓવરમાં 2 વિકેટ લઇને માત્ર 5 રન આપ્યા અને હારેલી મેચ ટાઇ કરાવી. ભારતીય ટીમે આ મેચમાં ખૂબ એક્સપરિમેન્ટ કર્યા, જે ખોટા સબિત થયા. સંજૂ સેમસનને નંબર-3 પર અને રિંકુને 4 પર મોકલ્યો જે ફ્લોપ થયા. સંજૂ 0 પર અને રિંકુ 1 પર આઉટ થયો.
ભારતીય ટીમે 48 રન પર જ 5 વિકેટ ગુમાવી દીધા હતા. ત્યારબાદ શુભમન ગિલ અને રિયાન પરાગે 40 બૉલમાં 54 રનની પાર્ટનરશિપ કરીને ટીમને સંભાળી. જો કે, ગિલ 39 અને પરાગ 26 રન બનાવીને આઉટ થયા. અંતમાં વૉશિંગટન સુંદરે 25 રન બનાવ્યા. એ સિવાય કોઇ પણ બેટ્સમેન ટકી ન શક્યો. ભારતીય ટીમે સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં 4 બદલાવ કર્યા. તેણે રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહને આરામ આપ્યો. તેની જગ્યાએ શુભમન ગિલ, શિવમ દુબે, વૉશિંગટન સુંદર અને ખલીલ અહમદને ચાંસ આપ્યો. જ્યારે શ્રીલંકન કેપ્ટન ચરિથ અસલંકાએ એક બદલાવ કર્યો. તેણે દાસૂન શનાકાની જગ્યાએ ચામિન્દુ વિક્રમસિંઘેને જગ્યા આપી હતી.
ભારતીય ટીમે ત્રીજી મેચ જીતીને શ્રીલંકાના ઘરમાં 3 મેચોની T20 સીરિઝમાં પહેલી વખત ક્લીન સ્વીપ કરતા ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમના આ શ્રીલંકા પ્રવાસ પર 3 મેચોની બીજી દ્વિપક્ષીય T20 સીરિઝ રહી. આ અગાઉ જુલાઇ 2021માં રમાઇ હતી, ત્યારે શ્રીલંકાએ આ સીરિઝ 2-1થી જીતી હતી. આ પ્રકારે ભારતીય ટીમે શ્રીલંકામાં આ પહેલી 3 મેચોની દ્વિપક્ષીય T20 સીરિઝ જીતી અને ક્લીન સ્વીપ કરી. ઓવરઓલ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 7 વખત 3 મેચોની દ્વિપક્ષીય T20 સીરિઝ રમાઇ છે.
આ દરમિયાન 6 વખત ભારતે જીત હાંસલ કરી છે. જ્યારે એક વખત શ્રીલંકાને જીત મળી છે. શ્રીલંકન ટીમે એ એકલી સીરિઝ જુલાઇ 2021માં જ જીતી હતી. શ્રીલંકા વિરુદ્ધ T20 ફોર્મેટમાં હંમેશાં જ ભારતનો પલ્લું ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 32 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ છે. આ દરમિયાન ભારતે 22 મેચ જીતી છે, જ્યારે 9 મેચમાં શ્રીલંકાએ જીત હાંસલ કરી. એક મેચ પરિણામ વિનાની રહી.
શ્રીલંકા વિરુદ્ધ તેના ઘરમાં રેકોર્ડ
T20 મેચ: 11
ભારતે જીતી: 8
શ્રીલંકાએ જીતી: 3
ભારતમાં શ્રીલંકા વિરુદ્ધ રેકોર્ડ:
T20 મેચ: 17
ભારત જીતી: 13
શ્રીલંકા જીતી: 3
પરિણામ નહીં: 1.
ભારત-શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન:
ભારતીય ટીમઃ યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રિયન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજ.
શ્રીલંકાની ટીમઃ પથુમ નિસંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), કુસલ પરેરા, કામિન્દુ મેન્ડિસ, ચરિથ અસલંકા (કેપ્ટન), ચામિન્દુ વિક્રમાસિંઘે, વાનિન્દુ હસરંગા, મહિષ તિક્ષ્ણા, મથીશા પથિરાના, અસિથા ફર્નાન્ડો અને રમેશ મેન્ડિસ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp