સૂર્યકુમારના કેચ પર હોબાળો કેમ? જાણો બાઉન્ડ્રી લાઇન પાછળ કરવાનું કારણ

PC: x.com/RVCJ_FB

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 29 જૂને જ ઇતિહાસ રચી દીધો છે. તેમણે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ટ્રોફી જીતી. આ જીત બાદ વિરાટ કોહલીની બેટિંગ સિવાય હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમારહ અને અર્શદીપ સિંહની બોલિંગની પણ ભરપેટ ચર્ચા થઈ. પર સૌથી વધુ સૂર્યકુમાર યાદવના એ કેચની ચર્ચા રહી જે તેણે છેલ્લી ઓવરના પહેલા બૉલ પર પકડ્યો હતો. એ ડેવિડ મિલરનો કેચ હતો. સૂર્યાએ કેચ બાઉન્ડ્રી પર પકડ્યો હતો, જે મેચ વિનિંગ રહ્યો, પરંતુ આ કેચની હવે ઘણા લોકો નિંદા કરી રહ્યા છે.

નિંદાકારોએ એ કેચને ખોટો બતાવ્યો. તેમાંથી કેટલાકનું માનવું છે કે કેચ દરમિયાન સૂર્યકુમાર યાદવાનો પગ બાઉન્ડ્રી સાથે અડી ગયો હતો. જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે કેચ અગાઉ બાઉન્ડ્રી લાઇનને પાછળ કરી દેવામાં આવી હતી. આ દાવાઓ સાથે આ લોકો કેટલીક તસવીર શેર કરી રહ્યા છે. પગ બાઉન્ડ્રી સાથે ટચ થવાની વાત પર દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર શોન પોલોક સહિત ઘણા દિગ્ગજોએ જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે આ કેચને યોગ્ય કરાર આપ્યો છે.

બાઉન્ડ્રી લાઇન પાછળ કરવાનું શું છે સત્ય?

હવે વાત રહી બાઉન્ડ્રી લાઇનને પાછળ કરવાનો તો એ વિવાદ પણ ખોટો જ છે. કેટલાક લોકોએ તસવીર શેર કરતા જણાવ્યું કે, જ્યારે સૂર્યકુમાર યાદવે કેચ લીધો તો ત્યાં 2 બાઉન્ડ્રી લાઇન દેખાઈ રહી છે. એક લાઇનના રૂપમાં સફેદ કલરની પટ્ટી નજરે પડી રહી છે. નિંદાકારોનો દાવો છે કે અસલી બાઉન્ડ્રી સફેદ લાઇન જ હતી, પરંતુ અંતિમ ઓવર અગાઉ એ સફેદ લાઇન પાછળ કરી દેવામાં આવી હતી, જ્યારે આ દાવો એકદમ ખોટો છે. હકીકત તો એ છે કે જે સફેદ લાઇન છે એ આ દરમિયાન રમાયેલી ગત મેચમાં બાઉન્ડ્રી રહી હતી.

આ અગાઉની મેચમાં એ સફેદ લાઇન સુધી જ બાઉન્ડ્રી હતી, પરંતુ ફાઇનલમાં પીચના હિસાબે બાઉન્ડ્રી નાની દેખાઈ રહી હતી, એટલે ફાઇનલ મેચ અગાઉ ક બાઉન્ડ્રીને સફેદ લાઇનની પાછળ કરી દેવામાં આવી હતી. એટલે કે જે સફેદ લાઇન છે એ બાઉન્ડ્રી ફાઇનલ મેચ અગાઉની મેચની હતી, જે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો માટે બરાબર જ હતી. સૂર્યાના કેચ બાદ નિંદાકારોએ તેણે નોટિસ કરી અને પછી તેના પર હોબાળો ઊભો કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp