ICC એ 2023ની બેસ્ટ T20 ટીમની કરી જાહેરાત, 4 ભારતીય ખેલાડીઓને મળી જગ્યા

PC: thestatesman.com

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે બેસ્ટ T20 2023ની જાહેરાત કરી. ભારતના બેટ્સમેન સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે રવિ બિશ્નોઈ, યશસ્વી જયસ્વાલ અને અર્શદીપ સિંહ ટીમમાં સામેલ થનારા અન્ય ખેલાડી છે. એ સિવાય નિકોલસ પૂરન, ફિલિપ સાલ્ટ અને સિકંદર રઝા જેવા ખેલાડીઓને ચાન્સ મળ્યો છે. તો ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. સૂર્યકુમાર યાદવ માટે વન-ડે ક્રિકેટ ખૂબ ખરાબ રહી, પરંતુ T20માં તેણે વર્ષ 2023માં કમાલની બેટિંગ કરી.

સૂર્યકુમાર યાદવે છેલ્લી 18 મેચોમાં 733 રન બનાવ્યા અને 2 શાનદાર સદી ફટકારી છે. તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાલમાં જ માત્ર 56 બૉલમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરિઝ બરાબરી પર સમાપ્ત કરવામાં સફળ થઈ. યશસ્વી જયસ્વાલે પણ ગયા વર્ષે શાનદાર બેટિંગ કરી. જયસ્વાલે વર્ષ 2023માં 15 મેચોમાં 430 રન બનાવ્યા હતા. એ સિવાય અર્શદીપ સિંહે 21 મેચોમાં કુલ 26 વિકેટ પોતાના નામે કરી હતી. તો સ્પિન બોલર રવિ બિશ્નોઈએ પોતાની બોલિંગથી બધાનું દિલ જીત્યું છે. તેણે ગયા વર્ષે 15 T20 મેચમાં હિસ્સો લીધો. જેમાં તેણે 24ની એવરેજથી રન આપતા કુલ 16 વિકેટ પોતાના નામે કરી.

સૂર્યકુમાર યાદવ અને યશસ્વીની ભારતીય જોડી બેટિંગમાં ટોપ પર પહેલી પસંદ હતી, જ્યારે ઈંગ્લેન્ડના ફિલ સાલ્ટ ત્રીજા નંબર પર આવ્યો. ટીમ સાલ્ટે 5 મેચોની T20 સીરિઝમાં 331 રન બનાવ્યા. એ સીરિઝમાં બીજા સોથી વધુ રન બનાવનારા બેટ્સમેનથી 170 રન આગળ હતો.

વેસ્ટ ઈન્ડીઝના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન ચોથા, જ્યારે ન્યૂઝીલેન્ડનો માર્ક ચેપમેન ટીમમાં પાંચમા નંબરે છે. ઝીમ્બાબ્વેનો ઓલરાઉન્ડર સિકંદર રઝા છઠ્ઠા નંબર પર રહ્યો. યુગાંડાનો અલ્પેશ રામજાની અને આયરલેન્ડનો માર્ક અડાયર કદાચ બે એવા નામ છે જેમના ટીમમાં સામેલ થવાની ઘણાને આશા નહોતી.

ICC 2023ની બેસ્ટ T20 ટીમ:

યશસ્વી જયસ્વાલ, ફિલિપ સોલ્ટ, નિકોલસ પૂરન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), માર્ક ચેપમેન, અલ્પેશ રામજાની, માર્ક અડાયર, રવિ બિશ્નોઈ, રિચર્ડ નગર્વ અને અર્શદીપ સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp