Video: સીરિઝ જીતી ગયા બાદ સૂર્યાએ જુઓ કોના કર્યા ભરપેટ વખાણ

PC: khelnow.com

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચોની સીરિઝ 4-1થી જીતી લીધી છે. છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનોથી માત આપી. સૂર્યા કુમાર યાદવના નેજામાં યુવા ખેલાડીઓની આ ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું. યશસ્વી જાયસવાલ, ઋતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ અને રિંકૂ સિંહ જેવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી છાપ ઊભી કરી છે. બેંગલોરમાં રમાયેલી પાંચમી T20 મેચમાં ભારતીય બોલરોએ સારું પ્રદર્શન કરતા 160 રનના ટાર્ગેટને ડિફેંડ કર્યો અને જીત હાંસલ કરી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતતા પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ખેલાડીઓ શ્રેયસ અય્યર 53 અને અક્ષર પટેલના 31 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટ પર 160 રન બનાવ્યા. આ ઓછા રનના ટાર્ગેટને ડિફેન્ડ કરતા ભારતીય બોલર્સે સતત વિકેટો લીધી. ઓસ્ટ્રેલિયા માટે બેન મેક્ડરમોટે સૌથી વધારે 54 રન બનાવ્યા. જ્યારે ભારત માટે સૌથી વધુ 3 વિકેટ મુકેશ કુમારે લીધી. તો અર્શદીપ અને રવિ બિશ્નોઈએ ક્રમશઃ 2-2 વિકેટ લીધી.

મેચ બાદ ભારતીય ટીમના કેપ્ટને યુવા ખેલાડીઓની પ્રશંસા કરી. જેનો વીડિયો ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટર પર શેર કર્યો. યાદવે કહ્યું કે, સીરિઝ જીતીને સારું લાગી રહ્યું છે. કેપ્ટન તરીકે સારું લાગી રહ્યું છે. લાઈફમાં નવો એંગલ આવ્યો છે. પ્લેયરોએ સારો સપોર્ટ કર્યો.

અર્શદીપ સિંહના પ્રદર્શન વિશે તેણે કહ્યું કે, પાજીને મેં જે કહ્યું હતું કરવા માટે તેણે એજ કર્યું. મેં તેને ફ્રેંચાઈઝી ક્રિકેટમાં બોલિંગ કરતો જોયો છે. માટે તેને છેલ્લી ઓવર આપી હતી.

કેપ્ટને કહ્યું કે, બધા લોકો બોલે છે કે ટી20 ક્રિકેટ બેટ્સમેનની ગેમ છે. બેટ્સમેન રન બનાવશે, બોલર્સ માટે અઘરી છે. મારા હિસાબે બેટ્સમેન મેચ તો જીતાડે છે, પણ બોલર સીરિઝ જીતાડે છે. દરેક ગેમમાં તેઓ નવું કરે છે. અક્ષર પટેલે સતત બીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ મોટી વાત છે. બિશ્નોઈની વાત કરું તો દરેક મેચમાં સારું કરતો આવ્યો છે. જેવી તેની પહેલી મેચ રહી અને પછી તેણે કમબેક કર્યું તે રીતે તેણે પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ જીત્યો. તેની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેણે ક્લાસ કેરેક્ટર દેખાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp