રિંકૂ સિંહની ધમાકેદાર બેટિંગ જોઇ કેપ્ટન સૂર્યાને આ ખેલાડીની યાદ આવે છે

PC: CricketAddictor.com

ફરી એકવાર રિંકૂ સિંહે બીજી ટી20 મેચમાં કમાલની બેટિંગ કરી. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં રિંકૂએ 9 બોલમાં 31 રન બનાવ્યા. રિંકૂએ જે અંદાજે બેટિંગ કરી, તેના દમ પર ભારતીય ટીમ 20 ઓવરમાં 235 રન બનાવવામાં સફળ રહી. ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી20માં 44 રને માત આપી છે. 5 મેચોની સીરિઝમાં ભારત 2-0થી આગળ છે. જણાવીએ કે, ભારત તરફથી રિંકૂ ઉપરાંત યશસ્વી જાયસવાલે 53 રન અને ઋતુરાજ ગાયકવાડે 58 રન બનાવ્યા. તો ઈશાન કિશને 52 રનની ઈનિંગ રમી હતી. પણ છેલ્લી ઓવરમાં રિંકૂ સિંહે જે અંદાજમાં બોલરોની પિટાઈ કરી તેણે મહેફિલ લૂટી લીધી.

રિંકૂ સિંહે આ મેચમાં 9 બોલમાં 31 રનની અણનમ ઈનિંગ રમી. જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ રહ્યા. રિંકૂની બેટિંગે ફરી એકવાર સાબિત કરી દીધું કે આ ખેલાડી ભારતનો નવો ફિનિશર બની ગયો છે. એજ કારણ છે કે ભારતીય ટીમના કાર્યવાહક કેપ્ટન સૂર્ય કુમાર યાદવે રિંકૂ સિંહને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જેવો ગણાવી દીધો.

સૂર્યા કુમાર યાદવે કહ્યું, જ્યારે પહેલી મેચમાં મેં રિંકૂની બેટિંગ જોઇ તો મને ખૂબ જ સારું લાગ્યું. જે રીતે રિંકૂએ ધીરજ રાખી અને શાંત રહીને મેચ ફિનિશ કરી, તેને જોઇને મને કોઈની યાદ પણ આવી ગઇ હતી. સૂર્યાના આટલું કહેવા પર પ્રેઝેન્ટર મુરલી કાર્તિકે આગળ પૂછ્યું કે, તમને કોની યાદ આવી...જેના પર સૂર્યાએ રિએક્ટ કરતા કહ્યું કે, સૌને ખબર છે કે હું કોની વાત કરી રહ્યો છું. સૌ કોઈ જાણે છે કે કોની યાદ આવે છે. આ ખેલાડીએ ઘણાં વર્ષો સુધી ભારત માટે આ કામ કર્યું છે.

જણાવીએ કે, રિંકૂ સિંહે જે અંદાજમાં ભારત માટે મેચ ફિનિશ કરી તેને જોઇ લોકો રિંકૂને ભારતનો નવો ફિનિશર ગણાવી રહ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર અભિષેક નાયરે પણ રિંકૂને ભારતનો નવો ફિનિશર ગણાવ્યો છે.

મેચની વાત કરીએ તો ભારત દ્વારા ઋતુરાજે 43 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા. તો જાયસવાલે ગાયકવાડ સાથે મળીને પહેલી વિકેટ માટે 35 બોલમાં 77 અને ઈશાનની સાથે બીજી વિકેટ માટે 58 બોલમાં 87 રનની પાર્ટનરશિપ કરી. જાયસવાલે 25 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ભારતે ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 191 રન જ બનાવી શકી. ભારત દ્વારા પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ લીધી. તો અક્ષર-મુકેશ કુમારે 1-1 વિકેટ પોતાના નામે કરી. મેચમાં યશસ્વી જાયસવાલને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp