T-20 વર્લ્ડ કપ 2024: આ દેશે યજમાની કરવાની ના પાડી દીધી, જાણો કારણ શું છે?
ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023 હજુ હમણાં જ પુરો થયો છે અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ઇન્ડિયા સામે જીત મેળવી છે. તેની સાથે આવતા વર્ષે એટલે કે 2024માં ICC મેન્સ T-20 વર્લ્ડકપનું આયોજન કરવામા આવ્યું છે તેમાંથી એક દેશે યજમાન પદ નિભાવવા માટે પોતે અસમર્થ હોવાની જાહેરાત કરી છે.
ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024 માટે 20 દેશો ક્વોલિફાય થઇ ગયા છે. યુગાન્ડાએ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવી છે. પરંતુ હવે T20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
T20 વર્લ્ડ કપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર થવાનું છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો રમતી જોવા મળશે. પરંતુ હવે T20 વર્લ્ડ કપના આયોજનને લઈને મોટું સંકટ ઉભું થયું છે.
ડોમિનિકા T20 વર્લ્ડ કપની યજમાની માટે પસંદ કરાયેલા 7 કેરેબિયન દેશોમાંથી એક છે. પરંતુ હવે ડોમિનિકાએ T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન કોઈપણ મેચનું આયોજન કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેનું મોટું કારણ સામે આવ્યું છે.
The Commonwealth of Dominica has advised that they are no longer able to host matches in the ICC Men’s T20 World Cup 2024.
— Windies Cricket (@windiescricket) November 30, 2023
Read More⬇️ https://t.co/b3XTk3inoJ
ડોમિનિકાની સરકારે T-20 વર્લ્ડકપ 2024 શરૂ થતા પહેલા મેદાનનું રિનોલેશન કામ પુરુ થઇ શકે તેમ નથી એવું કારણે આપીને યજમાન પદમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે.
T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન એક ગ્રુપ મેચ અને બે સુપર 8 મેચોની યજમાની કરવા માટે ડોમિનિકાની સરકાર દ્વારા વિન્ડસર પાર્ક સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. જેને લીધે સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ડોમિનિકા સરકારના જણાવ્યા મુજબ અમને કોન્ટ્રાક્ટરો પાસેથી સમયમર્યાદા મળી છે. જેના કારણે સ્ટેડિયમનું નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ થઈ શકતું નથી. તેથી, અમે T20 વર્લ્ડ કપમાં મેચોની યજમાનીમાંથી ખસી રહ્યા છીએ.ડોમિનિકાની સરકારે કહ્યું કે અમે ક્રિક્રેટ વેસ્ટઇન્ડિઝનો આભાર માનીએ છીએ અને T-20 વર્લ્ડકપના સફળ આયોજન માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ડોમિનિકાના આ નિર્ણયને સ્વીકારી લીધો છે અને ICCને તેની જાણકારી આપી છે. 2024 T20 વર્લ્ડ કપના ટૂર્નામેન્ટ ડાયરેક્ટર ફવ્વાઝ બક્ષે કહ્યું કે આ સ્કેલની ટૂર્નામેન્ટ હોસ્ટ કરતી વખતે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. અમારી પાસે એક યોજના છે અને અમે તેનો અમલ કરવાનો પ્રયાસ કરીશું.
T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા માટે 20 ટીમો ક્વોલિફાય થઈ છે. આ 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવશે, જેમાં દરેક ગ્રૂપમાંથી ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે. આ પછી, આ આઠ ટીમોને પણ ચાર-ચારના બે જૂથોમાં વહેંચવામાં આવશે. આ પછી, બંને જૂથમાંથી પ્રથમ બે સ્થાન મેળવનારી ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
T-20 વર્લ્ડકપ માટે ભારત, ઓસ્ટ્રેલિયા,નેધરલેન્ડસ,પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, ઇંગ્લેંડ, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કેનેડા, નેપાળ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ, આયરલેન્ડ, નામીબિયા, વેસ્ટઇન્ડિઝ, અમેરિકા અને યુગાન્ડાનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp