શું રાહુલ દ્રવિડની જગ્યાએ ગંભીર કોચ બનતા કંઈ બદલાયું છે? અક્ષર પટેલે આપ્યો જવાબ

PC: x.com/ASHUTOSHAB10731

ભારતીય ક્રિકેટ ટીમમાં ICC T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ખૂબ બદલાવ આવી ચૂક્યો છે. કેપ્ટન રોહિત શર્મા સાથે વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને હવે તેમની જગ્યાએ ગૌતમ ગંભીરને આ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે વિમલ કુમાર સાથે ખાસ વાતચીતમાં નવા કોચ સાથે પોતાનો અનુભવ શેર કર્યો હતો.

અક્ષર પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી મારી તેમની સાથે જેટલી વાતચીત થઈ છે, તેનાથી એટલું સમજ્યો કે તેઓ પોતાના પ્લાનને લઈને ખૂબ જ ક્લિયર છે. તેમને એ વાતની જાણકારી છે કે મને કેવી રીતે યુઝ કરવાનો છે અને શું કરવાનું છે. તેમણે મને આવીને એ જણાવ્યું હતું કે તને લઈને અમે શું વિચારી રહ્યા છીએ. ટીમમાં પોતાની ભૂમિકા શું હશે. આ પ્રકારની જ વાતો હવે ઇન્ટરેક્શનમાં થઈ તો મને ખૂબ મજેદાર લાગી. રાહુલ દ્રવિડના  અને ગૌતમ ગંભીર આવવાથી વધુ કંઇ બદલાયું નથી. બધાને લાગે છે કે યાર કોચ ચેન્જ થઈ ગયા હવે આમ થશે, તેમ થશે.

અક્ષર પટેલે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર હાઇપ બની જાય છે કે હવે એ નહીં થાય, એ થશે. કઇં ચેન્જ થયું નથી. બેઝિકલી જોવા જઈએ તો બધુ એવું જ છે, સેમ. હા હવે જ્યારે T20માંથી રોહિત ભાઈ, રોહિત ભાઈ અને જડ્ડુ ભાઈ રિટાયર થયા તો કેટલાક નવા ચહેરા આવશે. એ લોકોને સેટલ થવામાં સમય લાગશે. એ બધી વસ્તુઓ થોડી આમ તેમ થાય છે. આમ તો ટીમમાં કંઇ બદલાયું નથી. ગૌતમ ગંભીર પણ ઇઝી ગોઇંગ છે. બધુ જ તેમને ખબર છે, મારો પ્લાન શું છે અને એ હિસાબે અમે ખેલાડી સાથે વાત કરીએ છે. મતલબ જેટલી પણ અત્યારે એક બે સીરિઝ થઈ છે.

તેણે કહ્યું કે, વન-ડેની 3 અને 3 T20ની થઈ છે તેમાં એટલો બદલાવ લાગતો નથી. તેમણે સિમ્પલ ફંડા રાખ્યો છે. અમે શા માટે રમીએ છીએ? જીતવા માટે. અમારો પ્લાન શું હોવો જોઈએ, જો તમે પોતાની ટીમ માટે 100 ટકા આપ્યું, ત્યારબાદ જો પરિણામ કંઇ પણ આવ્યું તો તેનાથી કોઈ ફરક પડતો નથી. આખરે તમને ખબર હોવી જોઈએ કે તમે પોતાની ટીમ માટે 100 ટકા આપ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp