વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવનારા આ કોચ એક સમયે ગણિતનું ટ્યૂશન લેતા

PC: deccanherald.com

ભારતીય ક્રિકેટમાં હાઈ લેવલે કોચ બનવા માટે પહેલા પૂછાતું કે કેટલું ક્રિકેટ રમ્યા છો? પણ હવે હાલના કોચ આ ધારણાને બદલી રહ્યા છે. હૈદરાબાદના પૂર્વ લેફ્ટ હેન્ડ સ્પિનર આર શ્રીધર ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીના નેજાવાળા કોચિંગ સ્ટાફનો ભાગ હતા. તેમણે સૌથી પહેલા આ ધારણાને બદલી. તેમ છતાં હાલના ફીલ્ડિંગ કોચ ટી.દિલીપે આ ધારણાને બદલી નાખી કે કોચના રૂપમાં સમ્માન મેળવવા માટે તમારે એક મોટા સ્ટાર હોવાની જરૂર નથી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હોવાની પણ જરૂર નથી. પણ અગત્યનું છે કે તમે ખેલાડીઓ પાસેથી કેટલું સારું પ્રદર્શન કરાવી શકો છો.

વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો, દરેક મેચ પછી બેસ્ટ ફીલ્ડરને ખાસ મેડલ આપવામાં આવે છે. જેણે ફીલ્ડિંગ કોચ ટી.દિલીપને વધારે ચર્ચા અપાવી.

ડ્રેસિંગ રૂમમાં પોતાના ભાષણથી બધાને આકર્ષિત કરનારા ટી.દીલિપ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેઓ રાજ્ય ક્રિકેટ એકેડમીના જૂનિયર ખેલાડીઓને કોચિંગ આપતા હતા. તેઓ IPLમાં ટીમ ડેક્કન ચાર્જર્સમાં સહાયક ફીલ્ડિંગ કોચના રૂપમાં કામ કરતા હતા અને નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)માં એક દાયકો વિતાવી ચૂક્યા છે. તેમની આ જર્ની રસપ્રદ રહી છે. કારણ કે તેમના પરિવારે ક્યારેય પણ તેમની ક્રિકેટ મહત્વાકાંક્ષાઓનું સમર્થન કર્યું નથી. જેથી તેમણે બાળકોને ગણિતનું ટ્યૂશન આપવું પડ્યું જેથી તેઓ પોતાની કોચિંગ માટે પૈસા ભેગા કરી શકે.

દિલીપ ખૂબ જ મહેનતુ કોચ છે. તેમણે બેસબોલ કોચ માઇક યંગની સાથે સહાયકના રૂપમાં કામ કર્યું, જે ડેક્કન ચાર્જર્સના હેડ ફીલ્ડિંગ કોચ હતા. તેઓ લેવલ 2 અને 3 કોર્સમાં સારા પરિણામ લઇને આવ્યા. તેઓ NCAમાં આર શ્રીધર સાથે કામ કરી ચૂક્યા છે. NCAમાં ટી.દીલિપ શુભમન ગિલ, તિલક વર્મા, યશસ્વી જેસવાલ જેવા યુવા ખેલાડીઓ સાથે કામ કરી ચૂક્યા છે.

વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં પોતાની 8 મેચ જીતી ચૂક્યા છે. પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ પહેલા સ્થાને છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમે સેમીફાઇનલમાં સ્થાન નક્કી કરી ચૂક્યા છે. ટીમ 12 નવેમ્બરના રોજ નેધરલેન્ડ્સ સામે રમશે. જેમાં જસપ્રીત બુમરાહથી લઇ લોકેશ રાહુલ સુધીના ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp