બોલો આવું પણ થાય, તસ્કિન અહમદની બસ છૂટી જતા ભારત સામે મેચ રમવા ન પહોંચી શક્યો

PC: insidesport.in

બાંગ્લાદેશના ઉપકેપ્ટન તસ્કિન અહમદે સ્વીકાર્યું કે, ભારત વિરુદ્ધ T20 વર્લ્ડ કપ 2024 સુપર-8 મેચ અગાઉ તેની ટીમ બસ છૂટી ગઈ હતી. જો કે, તેણે એમ પણ કહ્યું કે, એ મેચની પ્લેઇંગ ઇલેવનમાં તેનું સિલેક્શન બસ છૂટવાના કારણે નહીં, પરંતુ ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખતા થયું નહોતું. ઢાકાના અખબાર અકજર પત્રિકા સાથે વાત કરતા તેણે કહ્યું કે, હું થોડો લેટ હતો, પરંતુ હું ટોસ અગાઉ મેદાનમાં પહોંચી ગયો હતો. હું ટોસથી 30-40 મિનિટ અગાઉ મેદાન પર હતો. હા મારી ટીમ બસ જરૂર છૂટી ગઈ હતી.

બસ સવારે 8:35 પર રવાના થઈ અને હું તેની પાછળ 8:43 વાગ્યે મેદાન માટે ગયો. હું પણ લગભગ બસ સાથે સાથે જ ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. એવું નહોતું કે તેમણે મારું સિલેક્શન એટલે ન કર્યું કેમ કે હું લેટ હતો કે મારી બસ છૂટી ગઈ હતી. હું પહેલાથી જ એ મેચ રમવા જઇ રહ્યો નહોતો. બાંગ્લાદેશે એ મેચમાં તસ્કિનની જગ્યાએ જાકેર અલીને રમાડ્યો હતો, જ્યારે મહેદી હસન અને શાકિબ અલ હસને બોલિંગની શરૂઆત કરી હતી. અફઘાનિસ્તાન વિરુદ્ધ આગામી મેચમાં તસ્કિન અહમદ ટીમમાં પાછો આવ્યો હતો.

પૂર્વ બાંગ્લાદેશી કેપ્ટન તમીમ ઇકબાલે એક શૉ પર બાંગ્લાદેશી ટીમ મેનેજમેન્ટના આ પગલાંની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે, તસ્કિનને જરૂર પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળવી જોઈતી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના માટે તસ્કિન અહમદ પર કોઈ દંડ લાગ્યો નથી. શાકિબે મંગાવારે કહ્યું કે, આ મામલો એ સમયે બંધ થઈ ગયો હતો, જ્યારે તસ્કિને માફી માગી લીધી હતી. જો કે, તેણે એમ પણ કહ્યું કે, તેના કારણે ભારત વિરુદ્ધ મેચમાં તેનું સિલેક્શન વધારે મુશ્કેલ થઈ ગયું હતું.

શાકિબે મંગળવારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, બસ એક નિશ્ચિત સમય પર ચાલે છે. એવો નિયમ છે કે ટીમ બસ કોઇની રાહ જોતી નથી. જો કોઇની બસ છૂટી જાય છે તો તે ટીમ મેનેજમેન્ટની કાર કે ટેક્સીથી મેદાન પર આવી શકે છે. વેસ્ટ ઈન્ડીઝમાં ટ્રાન્સપોર્ટેશન ખૂબ મુશ્કેલ થાય છે. તે ટોસથી બસ 5-10 મિનિટ અગાઉ આવ્યો એટલે ટીમ મેનેજમેન્ટને પણ તેને સિલેકટ કરવામાં મુશ્કેલી થઈ ગઈ.

એ તસ્કિન માટે પણ મુશ્કેલ પરિસ્થિતિ હતી. તેણે તેના માટે માફી માગી લીધી અને કહ્યું કે, જાણી જોઇને એમ કર્યું નથી. એ એક ખૂબ જ સામાન્ય ઘટના હતી, જે ખતમ થઈ ગઈ. BCB અધ્યક્ષ નજમૂલ હસને પણ આ ઘટનાને ધ્યાનમાં લીધી છે અને તેઓ એ ઘટના સાથે રિપોર્ટ વાંચશે, જે તેમણે ટીમ મેનેજમેન્ટ પાસે માગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp