ટીમ ટેન્શનમાં.. પ્રેક્ટિસ દરમિયાન રોહિતને ઘૂંટણમાં બોલ વાગ્યો, MCGમાં રમી શકશે?
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. હવે બંને દેશો વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે.
ભારતીય ટીમ મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. ભારતીય ખેલાડીઓએ 22 ડિસેમ્બર (રવિવાર)ના રોજ પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો હતો. જો કે આ દરમિયાન ભારતીય ટીમનું ટેન્શન પણ વધી ગયું હતું. હકીકતમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ભારતીય ટીમના થ્રો ડાઉન નિષ્ણાત દયાનંદ ગરાણી દ્વારા ફેંકવામાં આવેલો બોલ રોહિતના ડાબા ઘૂંટણમાં વાગ્યો હતો.
આવી સ્થિતિમાં રોહિત શર્માને ત્યાં ખુબ જ દુખતું હતું. જોકે, ફિઝિયોએ તરત જ આઈસ પેક લગાવી દીધું. રોહિતને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. જોકે રોહિત હવે ઠીક છે. એવી આશા છે કે રોહિત મેલબોર્ન ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. જો રોહિત કમનસીબે મેલબોર્ન ટેસ્ટમાંથી બહાર થઈ જાય તો જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.
આન જોવા જઈએ તો રોહિત શર્મા આ શ્રેણીમાં ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. વર્તમાન શ્રેણીમાં રોહિતે અત્યાર સુધી ત્રણ ઇનિંગ્સમાં માત્ર 19 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 6.33 રહી છે. રોહિત શર્મા બીજી વખત પિતા બનવાને કારણે પર્થ ટેસ્ટમાં પ્લેઇંગ-11નો ભાગ નહોતો, જ્યાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી.
ત્યારપછી રોહિતે એડિલેડ ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તે પ્રથમ દાવમાં 3 રન અને બીજા દાવમાં 6 રન બનાવી શક્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી બ્રિસબેનના ગાબા મેદાન પર રમાયેલી ટેસ્ટમાં રોહિતના બેટમાંથી 10 રન આવ્યા હતા. તે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
ભારતીય ક્રિકેટ ટીમની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિકકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રીષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ઝાય રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
ઓસ્ટ્રેલિયામાં ભારતનો ટેસ્ટ શ્રેણીનો રેકોર્ડ: કુલ ટેસ્ટ શ્રેણી-13, ભારત જીત્યું-2, ઓસ્ટ્રેલિયા જીત્યું-8, ડ્રો-3.
ભારત વિ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ h2h: કુલ ટેસ્ટ સિરીઝ-28, ભારત જીત્યું-11, ઓસ્ટ્રેલિયા જીત્યું-12, ડ્રો-5.
ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ: 22-25 નવેમ્બર-પ્રથમ ટેસ્ટ-પર્થ (ભારત 295 રનથી જીત્યું), 6-8 ડિસેમ્બર-બીજી ટેસ્ટ-એડિલેડ (ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત્યું), 14-18 ડિસેમ્બર-3જી ટેસ્ટ-બ્રિસ્બેન (ડ્રો), 26-30 ડિસેમ્બર-4થી ટેસ્ટ-મેલબોર્ન, 03-07 જાન્યુઆરી-પાંચમી ટેસ્ટ-સિડની.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp