વર્ષ કરતા વધુ સમયથી ક્રિકેટથી દૂર બૂમરાહને સીધો કેપ્ટન કેમ બનાવી દેવાયો?

PC: hindustantimes.com

આયરલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ગઇ છે. જસપ્રીત બૂમરાહ 10 મહિના બાદ ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. તે આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની કપ્ટન્સી સંભાળશે. આયરલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ 3 મેચોની T20 સીરિઝ રમશે. આ મેચ મલાહાઇડમાં 18-23 ઑગસ્ટ વચ્ચે રમાશે. જસપ્રીત બૂમરાહે અંતિમ ઇન્ટરનેશનલ મેચ સપ્ટેમ્બર 2022માં રમી હતી. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 મેચ હતી. ત્યારબાદ તે ઇજાગ્રસ્ત હોવાના કારણે બૂમરાહ ગયા વર્ષે એશિયા કપ અને T20 વર્લ્ડ કપ પણ રમી શક્યો નહોતો.

જો કે, છેલ્લા ઘણા સમયથી તે નેશનલન ક્રિકેટ અકાદમી (NCA)માં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જસપ્રીત બૂમરાહ આ અગાઉ પણ ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી ચૂક્યો છે. જો કે તે એક ટેસ્ટ મેચ હતી. T20માં જસપ્રીત બૂમરાહ પહેલી વખત કેપટન્સી કરશે. તેણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્ષ 2022માં રી-શેડ્યૂલ પાંચમી ટેસ્ટમાં કેપ્ટન્સી કરી હતી. ત્યારે રોહિત શર્મા ઇજાગ્રસ્ત હતો. એ સિવાય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની ભારતીય ટીમમાં વાપસી થઇ છે. તેણે ભારત માટે અંતિમ મેચ ઑગસ્ટ 2022માં રમી હતી. તે પણ કમરની ઇજાથી ઝઝૂમી રહ્યો હતો.

ભારતીય ટીમનો આયરલેન્ડ પ્રવાસ ઑગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની T20 સીરિઝ બાદ થશે. 14 ઑગસ્ટના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અંતિમ T20 મેચ રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ આયરલેન્ડ જશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 સીરિઝ રમાનારી ટીમના મોટા ભાગના ખેલાડીઓને આયરલેન્ડ પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો છે. આ નિર્ણય એશિયા કપ અને વર્લ્ડ કપને જોતા લેવામાં આવ્યો છે. ભારતની નિયમિત T20 ટીમના સભ્ય હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ આયરલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમનો હિસ્સો નથી.

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 સીરિઝમાં સામેલ મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઇ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને જ માત્ર આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝમાં જગ્યા આપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને પણ ફરી એક વખત T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા વર્ષ 2022ના T20 વર્લ્ડ કપ બાદ ભારત માટે કોઇ પણ T20 મેચ રમ્યા નથી. જો કે, બંનેએ જ T20 ફોર્મેટથી અત્યાર સુધી સંન્યાસ લીધો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ભારતના T20 પ્લાનથી આ બંને ગાયબ થઇ ચૂક્યા છે.

આયલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

જસપ્રીત બૂમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (ઉપકેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રીન્કુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વૉશિંગટન સુંદર, શાહબાજ અહમદ, રવિ બિશ્નોઇ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp