ઈંગ્લેન્ડને 68 રને હરાવી રોહિત શર્મા કેમ ઈમોશનલ થઈ ગયો?

PC: cricketnmore.com

26 જૂન ગુરુવારે રાત્રે ગયાનામાં રમાયેલી T-20 વર્લ્ડકપની સેમી ફાઇનલ-2માં ભારત ઇંગ્લેંડને 68 રને હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે 29 જૂને બાર્બાડોઝમાં સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની સેમી ફાઇનલ પહેલા વરસાદની શક્યતા હતી, પરંતુ મેચ પુરી 20 ઓવરની રમવામાં આવી. ઇંગ્લેંડે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું અને ભારતે 7 વિકેટના નુકશાને 171 રન કર્યા હતા. જેના જવાબામાં ઇંગ્લેંડ માત્ર 103 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ભારતીય સ્પીનરોએ ઇંગ્લિંશ ટીમની હવા કાઢી નાંખી હતી.

મેચ જીત્યા પછી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવૂક થઇ ગયો હતો અને તેની આંખમાંથી આંસૂ સરી પડ્યા હતા. જેની તસ્વીરો પણ વાયરલ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp