DKએ વધારી રાહુલ અને ઇશાનની ટેન્શન, WC માટે આ 5 વિકેટકીપર દાવેદાર
ભારતીય ખેલાડી આ સમયે IPLમાં પોતાનો જોર દેખાડી રહ્યા છે. IPL બાદ ભારતીય ટીમ જૂનમાં T20 વર્લ્ડ કપ 2024 પણ રમવાનો છે. એવામાં ખેલાડીઓ માટે IPL જ એકમાત્ર ટૂર્નામેન્ટ છે, જ્યાં તેઓ જોર દેખાડીને વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવી શકે છે. BCCIની સિલેક્શન કમિટી પણ IPLમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહી છે, પરંતુ અહી જોવા જેવી વાત એ છે કે ભારતીય ટીમમાં સિલેક્શન માટે 5 વિકેટકીપર દાવેદાર છે. તેણે સિલેક્શન કમિટીનો માથાનો દુઃખાવો વધારી દીધો છે.
આ 5 વિકેટકીપર દાવેદાર:
આ 5 વિકેટકીપર રિષભ પંત, દિનેશ કાર્તિક, કે.એલ. રાહુલ, સંજુ સેમસન અને ઇશાન કિશન છે. આ બધા IPLમાં અલગ અલગ ટીમો માટે રમી રહ્યા છે. પંત દિલ્હી કેપિટલ્સ, સંજુ રાજસ્થાન રોયલ્સ અને રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટન્સી કરી રહ્યો છે, જ્યારે દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યો છે. બીજી તરફ ઇશાન કિશન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ઓપનિંગમાં ધમાલ મચાવી રહ્યો છે. ચાલો જાણીએ તેમના પ્રદર્શન બાબતે.
સંજુ સેમસન:
રાજસ્થાનની ટીમના કેપ્ટન સંજુ સેમસનની બેટ પણ આ IPLમાં સારી એવી ચાલી છે. તેણે અત્યાર સુધી 7 મેચ રમી છે, જેની 6 ઇનિંગમાં 66ની એવરેજથી 264 રન બનાવ્યા છે. આ દરમિયાન સંજુએ 3 અડધી સદી ફટકારી છે. તેનો બેસ્ટ કોર નોટ આઉટ 82 રન રહ્યો. આમ જોવા જઈએ તો પંત બાદ સંજુ જ બીજો સૌથી મોટો દાવેદાર છે.
દિનેશ કાર્તિક:
દિનેશ કાર્તિકે પોતાના બેટથી કેર વર્તાવ્યો છે. તેણે છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે 35 બૉલમાં 83 રનોની ઇનિંગ રમી. આ અગાઉ તેણે મુંબઈ વિરુદ્ધ 23 બૉલમાં વિસ્ફોટક અંદાજમાં 53 રનોની ઇનિંગ રમી હતી. જો કે, બંને વખત તે પોતાની ટીમને જીત અપાવી ન શક્યો. કાર્તિકે અત્યાર સુધી 7 મેચોની 6 ઇનિંગમાં 75.33ની એવરેજથી 226 રન બનાવ્યા છે. જો કાર્તિકને વર્લ્ડ કપમાં જગ્યા મળે છે તો તે બેસ્ટ ફિનિશરની ભૂમિકા નિભાવી શકે છે, પરંતુ ઉંમરના કારણે તેની દાવેદારી થોડી નબળો દેખાઈ રહી છે.
રિષભ પંત:
અકસ્માત થયા બાદ રિષભ પંત હવે ફિટ થઈને મેદાનમાં ફર્યો છે. તે વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. તેણે IPLમાં અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં 32.33ની એવરેજથી 194 રન બનાવ્યા છે. પંતે આ દરમિયાન 2 અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઈક રેટ પણ 157.72ની રહી છે.
કેએલ રાહુલ:
લખનૌના કેપ્ટન કે.એલ. રાહુલની બેટ દરેક વખત સારી ચાલી છે. તેણે અત્યાર સુધી રમેલી 6 મેચમાં 34ની એવરેજથી 204 રન બનાવ્યા છે. આ દરમિયાન રાહુલે એક અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઈક રેટ 138.77ની રહી છે. આ કારણે રાહુલની દાવેદારી થોડી નબળી નજરે પડી રહી છે.
ઇશાન કિશન:
સંજુ અને પંત સામે ઇશાન કિશનની દાવેદારી પણ નબળી નજરે પડી રહી છે. અત્યાર સુધી IPLમાં ઇશાન કિશનની બેટ સારી રીતે ચાલી નથી જેથી તે સંજુ અને પંતને પછાડી દે. કિશને અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં 30.66ની એવરેજથી 184 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 178.64ની રહી છે. ઇશાન કિશન અત્યાર સુધી એક જ અડધી સદી ફટકારી શક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp