ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે રવાના, T20ની કમાન જુનિયર્સના ખભા પર, લક્ષ્મણ ટીમના કોચ
29 જૂને T20 વર્લ્ડ કપ 2024માં વિજય હાંસલ કર્યા પછી T20માં સંપૂર્ણપણે નવી ટીમ ઈન્ડિયાની કસોટી શરૂ થશે. ભારતીય ટીમ 5 મેચની T20 શ્રેણી માટે રવાના થઈ ગઈ છે. નિવૃત્તિ પછી વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ આ ટીમમાંથી ગાયબ થઈ જશે. આ ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી છે.
આ સિવાય રાહુલ દ્રવિડના સ્થાને આ પ્રવાસ માટે ટીમના મુખ્ય કોચ VVS લક્ષ્મણ હશે. જેમણે ભૂતકાળમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગની જવાબદારી પણ સંભાળી છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની સફર 29 જૂને પૂરી થઈ.
આ દરમિયાન ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, તેના ફોટા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા શેર કરવામાં આવ્યા છે. જ્યાં ટીમ સાથે VVS લક્ષ્મણ પણ જોવા મળ્યા હતા, જે ભારતીય ટીમના મુખ્ય કોચની જવાબદારી સંભાળશે.
આ સિવાય BCCIએ ફોટો શેર કર્યા છે, જેમાં ટીમના અન્ય સભ્યો પણ જોવા મળી રહ્યા છે. તેમાં અભિષેક શર્મા અને રેયાન પરાગ જેવા ખેલાડીઓ પણ સામેલ છે, જેઓ પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સામેલ થયા છે. આમ જોવા જઈએ તો T20 વર્લ્ડ કપ 2024ની મુખ્ય ટીમમાં સામેલ 15માંથી 13 ખેલાડીઓને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.
આ પ્રવાસ માટે વિશ્વ કપ ટીમમાંથી માત્ર યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. શુભમન ગિલ, આવેશ ખાન, રિંકુ સિંહ અને ખલીલ અહેમદને T20 વર્લ્ડ કપ માટે પ્રવાસી અનામત તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ મુખ્ય ટીમનો ભાગ ન હતા. ગિલ, રિંકુ, આવેશ અને ખલીલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની પ્રથમ ટીમમાં નીતિશ રેડ્ડીને પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં ઈજાના કારણે તેનું નામ પડતું મૂકવામાં આવ્યું હતું. નીતીશની જગ્યાએ શિવમ દુબેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારત 06 જુલાઈ 2024થી હરારેમાં ઝિમ્બાબ્વે સાથે પાંચ મેચની T20I શ્રેણી રમશે.
ભારત વિ ઝિમ્બાબ્વે T20 શ્રેણીની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. આ મેચોનું સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), રેયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, શિવમ દુબે.
ભારત સામે ઝિમ્બાબ્વેની ટીમઃ સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, તેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કાઈયા, ક્લાઈવ મડાન્ડે, વેસ્લી મધેવેરે, તદિવનાશે મારુમાની, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોન માવુતા, બ્લેસિંગ મુઝારબાની, ડાયોન માયર્સ, એન્ટમ નકવી, રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.
Jet ✈️
— BCCI (@BCCI) July 1, 2024
Set 👌
Zimbabwe 🇿🇼#TeamIndia 🇮🇳 | #ZIMvIND pic.twitter.com/q3sFz639z7
ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ (જુલાઈ 2024): 6 જુલાઈ-1લી T20-હરારે, 7 જુલાઈ-2જી T20-હરારે, 10 જુલાઈ-3જી T20-હરારે, 13 જુલાઈ-4થી T20-હરારે, 14 જુલાઈ-5મી T20-હરારે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp