ધોનીની 2011 અને રોહિતની 2023ની ટીમમાં 5 સમાનતાઓ, ટ્રોફી આવવાની છે?

PC: cricbuzz.com

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં શાનદાર શરૂઆત કરી છે. ટીમે અત્યાર સુધી રમેલી પોતાની ત્રણેય મેચ જીતી છે. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારતીય ટીમ અત્યાર સુધી 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવી ચૂકી છે. ભારતીય ટીમે છેલ્લી વખત વર્ષ 2011માં પોતાના ઘર આંગણે વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો. આ વખત પણ ICC ટૂર્નામેન્ટ ભારતમાં આયોજિત થઈ રહ્યું છે. વર્ષ 2011 અને વર્ષ 2023ની ટીમોમાં 5 સમાનતાઓ દેખાઈ રહી છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટીમનો 12 વર્ષનો વર્લ્ડ કપ જીતવાનો ઇંતજાર સમાપ્ત થઈ શકે છે. ટીમે પોતાની ચોથી મેચમાં 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાનું છે.

પહેલી 3 મેચમાં જીત:

વર્ષ 2011ની વાત કરીએ તો ભારતીય ટીમે શરૂઆતી 3 મેચો ગુમાવી નહોતી. બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વિરુદ્ધ ભારતને જીત મળી હતી, જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ ટાઈ રહી હતી. વર્ષ 2023માં પણ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે અત્યાર સુધી કોઈ મેચ ગુમાવી નથી. ત્રણેય મેચમાં ટીમે લક્ષ્યનો પીછો કરતા જીત હાંસલ કરી છે.

સેહવાગની સદી:

વર્ષ 2011ની પહેલી મેચમાં સેહવાગે બાંગ્લાદેશ વિરુદ્ધ વિસ્ફોટક સદી ફટકારી હતી, તો ફાસ્ટ બોલર મુનાફ પટેલે 4 વિકેટ લીધી હતી. વર્ષ 2023ની પહેલી મેચમાં કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નોટઆઉટ 97 રન બનાવ્યા. તો સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી.

સચિન અને રોહિતની ઇનિંગ:

વર્ષ 2011માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ ટાઈ રહી હતી. એ મેચમાં ઓપનર બેટ્સમેન સચિન તેંદુલકરે સદી ફટકારી હતી. ફાસ્ટ બોલર ઝહીર ખાને 3 વિકેટ લીધી હતી. વર્ષ 2023ની વાત કરીએ તો બીજી મેચમાં રોહિત શર્માએ અફઘાનિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી, તો ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે 3 વિકેટ લીધી.

યુવરાજ અને ઐય્યરે દેખાડ્યો દમ:

વર્ષ 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ત્રીજી મેચના નેધરલેન્ડને હરાવી હતી. યુવરાજ સિંહે અડધી સદી ફટકારી હતી, તો ઝહીર ખાને 3 વિકેટ લીધી હતી. વર્ષ 2023માં ટીમે પોતાની ત્રીજી મેચમાં પાકિસ્તાનને હરાવી. રોહિત અને શ્રેયસ ઐય્યરે અડધી સદી ફટકારી. મેન ઓફ ધ મેચ જસપ્રીત બૂમરાહે 2 વિકેટ લીધી.

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા પર જવાબદારી:

વર્ષ 2011ના વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. યુવરાજે 362 રન બનવાવ સિવાય 15 વિકેટ પણ લીધી હતી. વર્ષ 2023ની વાત કરીએ તો રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા પર જવાબદારી છે. જાડેજાને અત્યાર સુધી બેટિંગ કરવાનો અવસર મળ્યો નથી. બોલર તરીકે 5 વિકેટ લઈ ચૂક્યો છે. તો હાર્દિક પંડ્યાએ પણ 5 વિકેટ લીધી છે. તેને એક વખત બેટિંગનો અવસર મળ્યો અને નોટઆઉટ 11 રન બનાવ્યા છે.

3 બેટ્સમેન બનાવી ચૂક્યા છે 100 કરતા વધુ રન:

હાલના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓની વાત કરીએ તો રોહિત શર્માએ એક સદી અને એક અડધી સદીની મદદથી 217 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ 2 અડધી સદી સાથે 156 તો કેએલ રાહુલે એક અડધી સદીની મદદથી 116 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો બૂમરાહે સૌથી વધુ 8 વિકેટ લીધી છે. એ સિવાય હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ ત્રણેયને 5-5 વિકેટ મળી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp